વિશ્વનાથસિંહ વાઘેલા હાર્દિકના પગલે, આજે જોડાશે ભાજપમાં

ADVERTISEMENT

vishwanath
vishwanath
social share
google news

અમદાવાદ: રાજ્યમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તોડ જોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. કોંગ્રેસના નેતાઓની નારાજગી સતત સામે આવી રહી છે ત્યારે હવે કોંગ્રેસની યુવા પાંખ એટલે કે યુથ કોંગ્રેસ અધ્યક્ષે રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. વિશ્વનાથસિંહ વાઘેલા હાર્દિક પટેલના ગ્રૂપના વ્યક્તિ માનવામાં આવી રહ્યા છે. વિશ્વનાથ વાઘેલા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.

ફેસબુકમાં પોસ્ટ મૂકી ભાજપમાં જોડાવાની કરી વાત 
વિશ્વનાથ વાઘેલા આજે 10.30 કલાકે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.  યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વિશ્વનાથ વાઘેલાએ ફેસબુકમાં પોસ્ટ મૂકી અને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, નમસ્તે સાથી મિત્રો, હું યુવક કોંગ્રેસના પૂર્વ કાર્યકર સાથી મિત્રો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય “કમલમ” ખાતે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા જઈ રહ્યો છું તો સૌને મને સાથ સહકાર આપવા હાજર રહેવા માટે આમંત્રણ આપુ છું.

ગુજરાત તક સાથે કરી વાત
કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાવા જઈ રહેલા વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આજે વિશાળ રેલી સાથે 2500થી 3000 જેટલા કાર્યકર્તા સાથે ભાજપમાં વિધિવત રીતે જોડાઈશ.

ADVERTISEMENT

ભાજપમાં જોડાવાના આપ્યા હતા સંકેત
યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપનારા વિશ્વનાથસિંહ વાઘેલા હવે ભાજપમાં જવાના સંકેત તેમણે કાલે આપી દીધા હતા. વિશ્વનાથસિંહ વાઘેલાના ભાજપના નેતાઓ સાથેના ફોટાઓ ગઈ કાલે સામે આવ્યા હતા. જેમાં વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર સાથે જોવા મળ્યા હતા.

રવિવારે યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના આગળ દિવસે એતળે કે રવિવારે યુથ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી વિશ્વનાથસિંહ વાઘેલાએ પોતાનું રાજીનામુ જગદીશ ઠાકોર અને સોનિયા ગાંધીને સોંપ્યું હતું. આ દરમિયાન તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, હું અત્યારે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું. આની સાથે પરિવારવાદનો મુદ્દો ઉઠાવીને તેમણે વિવિધ આક્ષેપો લગાવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT