રાજકોટમાં વિજય રૂપાણીએ ભાંગરો વાટ્યો, ભગવાન રામના વનવાસ પર આ શું બોલી ગયા!

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂ.13.77 કરોડના ખર્ચે બનેલા રામ વનનું લોકાર્પણ કરાયું હતું. જેમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તથા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સહિત ભાજપના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભગવાન રામના વનવાસને લઈને એક એવી વાત કરી દીધી કે, કાર્યક્રમમાં હાજર રહેલા લોકો સાથે સાથે સ્ટેજ પર હાજર ખૂદ ભાજપના નેતાઓ પણ અચરજ પામી ગયા હતા.

રાજકોટમાં વિજય રૂપાણીની જીભ લપસી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની રામ વનના ઉદ્ધાટન કાર્યક્રમમાં સંબોધન દરમિયાન જીભ લપસી ગઈ હતી. તેમણે ભગવાન રામ 14 વર્ષના બદલે 10 વર્ષના વનવાસે ગયા હોવાનું કહી દીધું હતું. જે વાતને લઈને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પણ અચરજ પામી ઉઠ્યા હતા. વિજય રૂપાણીએ કહ્યું કે, ભગવાન રામને જે 10 વર્ષ સુધી વનવાસ હતો. રામ ભગવાને વનમાં ગાળેલા વનવાસને યાદ કરીને, રામે કરેલા સંઘર્ષને પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો, રામે કરેલી વ્યવસ્થા લોકો જોવે, નવી પેઢી જોવે. એમાંથી પ્રેરણા લઈને આપણે આવનારા દિવસોના દુનિયાના પડકારોને ઝિલી આગળ વધીશું એવી મને પૂર્ણ શ્રદ્ધા છે.

રૂ.13.77 કરોડના ખર્ચે રામ વન તૈયાર કરાયું
નોંધનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક 47 એકર જમીનમાં અંદાજિત રૂ.13.77 કરોડના ખર્ચે ‘રામ વન- ધ અર્બન ફોરેસ્ટ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. રામવનના નિર્માણ અંગેનો મુખ્ય હેતુ ભારતનો સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસો જાળવી રાખવાનો છે તથા અત્યારના સમયમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય છે.

ADVERTISEMENT

ભગવાન રામના જીવન પર આધારિત 22 પ્રતિકૃતિ રામ વનમાં
જેનો મુખ્ય દરવાજો ધનુષબાણ આકારનો છે અને ભગવાનશ્રી રામના જીવનકવનને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, ૧૫૦ની કેપેસિટીનું એમફીથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે. રામવનમાં રૂ.1.61 કરોડના ખર્ચે ભગવાન શ્રી રામના જીવન આધારીત જુદી જુદી 22 પ્રતિકૃતિ મુકવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT