UPના યોગી આદિત્યનાથ દેશના સૌથી લોકપ્રિય CM, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ લિસ્ટમાં કયા સ્થાને?

ADVERTISEMENT

india's popular cm
india's popular cm
social share
google news
  • Mood of the Nation સર્વેમાં 30 રાજ્યોમાંથી સૌથી લોકપ્રિય CM તરીકે યોગી આદિત્યનાથ ચૂંટાયા.
  • સર્વેમાં 46.3 ટકા લોકોએ UPના CM યોગી આદિત્યનાથને વોટ આપ્યો હતો.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સર્વેમાં 0.4 ટકા વોટ સાથે 10મા ક્રમે રહ્યા હતા.

Mood of the Nation: આગામી કેટલાક મહિનામાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ઈન્ડિયા ટુડે અને સી વોટર એક સર્વે લાવ્યા છે, જેમાં દેશના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો કઈ પાર્ટીને કેટલી સીટો મળશે અને વોટની ટકાવારી કેટલી રહેશે. દેશની તમામ લોકસભા સીટોને મૂડ ઓફ ધ નેશન સર્વેમાં સામેલ કરવામાં આવી હતી, જેની સેમ્પલ સાઈઝ 1,49,092 હતી. આ સર્વેસમાં મોદી સરકારની ફોરેન પોલિસીને લઈને લોકોને સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સર્વેમાં દેશના 30 રાજ્યોમાંથી સૌથી લોકપ્રિય CM કોણ તે સવાલ પણ જનતાને પૂછવામાં આવ્યો હતો.

યોગી આદિત્યનાથને સર્વેમાં કેટલા વોટ મળ્યા?

India Today ના મૂડ ઓફ ધ નેશન સર્વેમાં સતત આઠમી વખત UPના CM યોગી આદિત્યનાથ સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી રહ્યા હતા. આ સર્વેમાં 46.3 ટકા લોકોએ યોગી આદિત્યનાથને વોટ આપ્યો હતો, ગત વર્ષે ઓગસ્ટ 2023માં કરેલા સર્વેમાં 43 ટકા લોકોએ તેમને વોટ આપ્યો હતો. આમ તેમની લોકપ્રિયામાં 3.3 ટકા વધારો થયો છે. આ પછીના ક્રમે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ છે, તેમને 19.6 ટકા વોટ મળ્યા. તો પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી 8.4 ટકા વોટ સાથે ત્રીજા ક્રમે છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 0.4 ટકા વોટ સાથે 10મા ક્રમે છે.

હોમ સ્ટેટના સર્વેમાં ભૂપેન્દ્ર પટેલ ચોથા ક્રમે

સર્વેમાં મુખ્યમંત્રીઓના હોમ સ્ટેટમાં કરવામાં આવેલા સર્વેમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક 52.7 ટકા સાથે પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. જ્યારે યોગી આદિત્યનાથ 51.3 ટકા સાથે બીજા ક્રમે રહ્યા, તો આસામના સીએમ હિમંતા બિશ્વા શર્મા 48.4 ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. ચોથા ક્રમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હતા. તેમને સર્વેમાં 42.6 ટકા વોટ મળ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT