ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ફેક્યો ખુલ્લો પડકાર, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને રામ નવમી પર હિંસા થયાના ત્રીજા દિવસે રવિવારે મહા વિકાસ આઘાડીએ અહીં રેલીનું આયોજન કર્યું હતું. જેમાં અનેક આગેવાનોએ ભાગ લીધો હતો. રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં મારા પિતા (બાળ ઠાકરે)ના નહીં પણ નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડો.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંભાજી નગરમાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું. વાસ્તવમાં, ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને રામ નવમી પર હિંસા કર્યાના ત્રીજા દિવસે રવિવારે મહા વિકાસ આઘાડીએ અહીં રેલીનું આયોજન કર્યું હતું. જેમાં અનેક આગેવાનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં મારા પિતા (બાળ ઠાકરે)ના નહીં પણ નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડો.

ન્યૂઝ એજન્સી અનુસાર, તેઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો પીએમ મોદીને કંઇક કહેવામાં આવે તો ઓબીસીનું અપમાન થાય છે. પીએમે કહ્યું કે તેમની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો અમારું શું? વિપક્ષી નેતાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે, દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ધરપકડ કરવામાં આવી રહી છે. ભાજપે વિરોધ પક્ષોના ભ્રષ્ટ લોકોને પોતાની પાર્ટીમાં લીધા છે.

ADVERTISEMENT

ફેક્યો આ પડકાર
ઠાકરેએ વડાપ્રધાન મોદી અને ભાજપને સાવરકરના “અખંડ ભારત” નું સપનું પૂરું કરવાનો પડકાર ફેંક્યો અને મોદીની શૈક્ષણિક ડિગ્રીના મુદ્દે પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે સાવરકરે દેશની આઝાદી માટેઆકરી જેલ અને મુશ્કેલીઓ વેઠી. નહીં કે મોદીને વડાપ્રધાન ન બનાવવા માટે. શું તમે સાવરકરનું ‘અખંડ ભારત’નું સપનું પૂરું કરશો?

અમિત શાહ પીઓકેમાં સ્થાન ક્યારે બતાવશે?
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “ભાજપ અને શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ સાવરકર અને સરદાર પટેલના આદર્શોને અનુસરવા જોઈએ. થોડા સમય પહેલા અમિત શાહે મહારાષ્ટ્રમાં ભાજપને ઉદ્ધવ ઠાકરેને તેમનું સ્થાન બતાવવાનું કહ્યું હતું. આ મારી જગ્યા છે. પરંતુ તમે અમને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સ્થાન ક્યારે બતાવશો?”

ADVERTISEMENT

તમામ ભ્રષ્ટ નેતાઓ હવે ભાજપમાં
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, “તેને ભારતીય જનતા પાર્ટી કહેવી એ ભારતના લોકોનું અપમાન છે. તેઓ ભ્રષ્ટાચારના આરોપો સાથે વિપક્ષી નેતાઓ પર હુમલો કરે છે અને તેમને તેમની પાર્ટીમાં આવવા દબાણ કરે છે. એટલા માટે તમામ ભ્રષ્ટ નેતાઓ હવે ભાજપમાં છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ધરપકડથી બચવા ટ્રમ્પ કરી શકે છે સરેન્ડરઃ ન્યૂયોર્ક પોલીસે ટ્રમ્પ ટાવર ઘેર્યું

વડાપ્રધાન પર કટાક્ષ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વડા પ્રધાનની ડિગ્રી વિશે માહિતી માંગવા બદલ હાઇકોર્ટ દ્વારા 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યાના થોડા દિવસો બાદ ફરી આ મુદો ઉઠ્યો છે . ઠાકરેએ વડાપ્રધાન મોદીની શૈક્ષણિક ડિગ્રીના મુદ્દા પર પણ વડા પ્રધાનની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, “કોઈપણ કૉલેજને ગર્વ થશે જો તેનો એક વિદ્યાર્થી દેશનો વડાપ્રધાન બને. જ્યારે હું મુખ્યમંત્રી બન્યો અને એનસીપીના જયંત પાટીલ મારી સરકારમાં મંત્રી બન્યા, ત્યારે અમને અમારા અલ્મા મેટર બાલમોહન વિદ્યામંદિર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કારણ કે તેને લાગ્યું કે તે સંસ્થા માટે ગર્વની ક્ષણ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT