UCCથી આદિવાસીઓના હક્ક છીનવા જવાનો ભ્રમ ફેલાવાય છે, સંવિધાનમાં અક્ષરનો પણ ફેર નહીં થાયઃ કુબેર ડીંડોર
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ UCC મામલે ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનું મહત્વનું નિવેદન, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાનું કહ્યું. ચૈતર વસાવાથી લઈ આદિવાસી નેતા અને સંગઠનો આદિવાસીઓને UCCની…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ UCC મામલે ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનું મહત્વનું નિવેદન, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાનું કહ્યું. ચૈતર વસાવાથી લઈ આદિવાસી નેતા અને સંગઠનો આદિવાસીઓને UCCની ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરતા હોવાનો આડકતરો ઈશારો આપ્યો છે.
આદિવાસી સમાજના લોકોએ વારંવાર આવેદન પત્રો આપ્યા છે, તેને લઈ UCCનો મામલો આદિવાસી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે, ઉલ્લેખનીય છે છેલ્લા ઘણાં સમયથી આદિવાસી સંઘઠનો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, સહિત અનેક નેતાઓ UCC વિરોધ કરી રહ્યા છે, તેમજ UCCના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે, તેવામાં મંત્રી કુબેર ડીંડોરનું આ નિવેદન મહત્વનું ઘણી શકાય.
શું બોલ્યા કુબેર ડીંડોર?
ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ગુરુવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈ કેટલાક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. ડીંડોરે કહ્યું કે કેટલાક યુવાનો અને આદિવાસી સમાજના આગેવાનો આદિવાસીઓના હકો છીનવવા માટે ભ્રમ ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે UCCને લઈ કેટલાક લોકો રાષ્ટ્ર વિરોધી, સમાજ વિરોધી અને આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવા નીકળી પડ્યા છે. ડીંડોરે કહ્યું કે સંવિધાનના એક અક્ષરનો પણ ફેરફાર થવાનો નથી અને યુવાનોને અલગતા બાદ, નકસલવાદ તરફ લઈ જવાની કોશિશ કરાઈ રહી છે. આદિવાસીના કોઈ હકક છીનવાઈ જવાના નથી તેમણે ઉમેર્યું.
ADVERTISEMENT
કચ્છઃ શિક્ષકની બદલી થતા આખુ ગામ હિબકે ચઢ્યું, લોકો દીકરીઓને આગળ વધારતા થયા
UCC એ એક કાયદો છે જેમાં ધાર્મિક અને જાતિય પરિબળોને ધ્યાનમાં લીધા વિના સમાન રીતે લાગુ કરવાની વાત છે. UCCને લઈ ગુજરાતમાં ઘણા વિરોધ પ્રદર્શનો થયા છે. આદિવાસી સમાજનો દાવો છે કે UCC તેમના હકોને દબાવે છે. ડીંડોરે આદિવાસી સમાજને આશ્વાસન આપ્યું છે કે UCC તેમના કોઈ હકોને છીનવાયા નથી. તેમણે કહ્યું કે UCC એક એવો કાયદો છે જે દરેક ભારતીયને સમાનતા આપશે.
આદિવાસી નેતાઓનો વિરોધ
આદિવાસી નેતાઓએ UCCનો વિરોધ કર્યો છે. જેને લઈ ડીંડોરે કહ્યું કે, તેઓ આદિવાસીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે UCC એક એવો કાયદો છે જે આદિવાસીઓના હકોને લૂંટશે નહીં પણ આ તરફ આદિવાસી નેતાઓ કહે છે કે આદિવાસીઓના ઘણા હકો UCC લાગુ થતા છીનવાઈ જવાશે.
ADVERTISEMENT
ગુજરાતમાં ચર્ચાનો વિષય
UCCનો મુદ્દો ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને જ્યારથી આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યા પછી UCCની ચર્ચાઓ ઠેરઠેર જોવા મળી રહી છે. આદિવાસી સમાજ સહિતના ઘણાઓનો વિરોધ છતાં, સરકાર UCC લાગુ કરવા પર ગંભીર હોવાનું જોવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT