AAPમાં ભડકો: દાવેદારનો દાવો, પાર્ટીમા પૈસાના જોરે ટિકિટો આપવામા આવે છે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાવવા લાગ્યા છે. રાજકીય પક્ષો એક બીજા પર આરોપ લગાવવા લાગ્યા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાવવા લાગ્યા છે. રાજકીય પક્ષો એક બીજા પર આરોપ લગાવવા લાગ્યા છે ત્યારે હવે પક્ષના આંતરિક વિખવાદ પણ સામે આવવવા લાગ્યો છે. આમ આદમી પાર્ટી વહેલા ઉમેદવાર જાહેર કરવા લાગી છે ત્યારે હવે ટિકિટ વહેચણીને લઈને આમ આદમી પાર્ટી પર તેમના જ દાવેદારે ગંભીર આરોપ લગાવ્યો છે. વેજલપુર વિધાનસભા બેઠકના દાવેદાર સાકીર શેખનો વિડીયો વાયરલ થયો છે તેમાં તેણે ટિકિટ વહેચણી પર સવાલો કર્યા છે. આમ આદમી પાર્ટીમા પૈસાને જોરે ટિકિટો આપવામા આવે છે તેવો સનસનીખેજ આરોપ લગાવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાવવા લાગ્યા છે. એક બાદ એક નવા સમીકરણો રચવવા લાગ્યા છે. નેતાઓની નારાજગી વધવા લાગી છે ત્યારે હવે આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના વેજલપુર વિધાનસભાના ઉમેદવારનો મામલો સામે આવ્યો છે. અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન આપની ટિકિટ વહેચણી પર સવાલો ઉભા થયા છે. આ મામલે વેજલપુર વિધાનસભા બેઠકના દાવેદાર સાકીર શેખનો વિડીયો વાયરલ થયો છે.
કેજરીવાલની છબી પર અસર થશે
વેજલપુર વિધાનસભા બેઠકના દાવેદાર સાકીર શેખ આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા કહી રહ્યા છે કે, આમ આદમી પાર્ટીમા પૈસાને જોરે ટિકિટો આપવામા આવે છે. મારા સિવાય અન્ય બે ઉમેદવાર નજર અંદાજ પાર્ટીએ કર્યાં છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, આયાતી ઉમેદવારને ટીકીટ આપવામા આવી છે. આ મામલે પ્રદેશ કાર્યલય પર રજુઆત કરવા ગયો તો પણ કોઈ સાંભળતા નથી. પૈસાના જોરે કલ્પેશ પટેલને ટિકિટ આપવામા આવી છે. કલ્પેશ પટેલને ટિકિટ આપવાથી કેજરીવાલની છબી પર અસર પડશે.
ADVERTISEMENT
ટિકિટ માટે ફેરવિચારણા કરવી જોઈએ
આ ઉપરાંત વેજલપુર બેઠકના દાવેદાર સાકીર શેખે આમ આદમી પાર્ટીને આડકતરી રીતે ચેતવણી આપતા કહ્યું છે કે, વેજલપુર બેઠક પર ઉમેદવારને લઈને ફેરવિચારણા કરવી જોઈએ. સારા ઉમેદવાર ટિકિટ આપવી જોઈએ. જે આયાતી ઉમેદવાર આવ્યાં છે એ સાંજે તો ઉઠે છે. તેમનો મેસેજ પાર્ટી સુધી પહોચી ગયો છે. પણ આમ આદમી પાર્ટી નજર અંદાજ કરે છે.
ADVERTISEMENT