લલીત વસોયાના આ કામથી કોંગ્રેસની વધી ચિંતા, જાણો હવે શું કર્યું વસોયાએ..

ADVERTISEMENT

lalit vasoya
lalit vasoya
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય માહોલ પણ તૈયાર થવા લાગ્યો છે. ગુજરાતમાં વિવિધ રાજકીય આગેવાનો ના સતત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. Bjp, Congress અને AAPના નેતાઓ ચૂંટણી લડવાની તૈયારી પણ કરી રહ્યા છે. AAPએ તો પોતાના 10 ઉમેદવારને મેદાને ઉતારી પણ દીધા છે. ત્યારે કોંગ્રેસના નેતા લલીત વસોયાની પક્ષ પ્રત્યેની નારાજગી વધુ એક વખત સામે આવી છે.

પાટીદાર આંદોલન બાદ 2017માં  ધોરાજી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતનાર લલીત વસોયા અનેક વખત Congressથી નારાજગી દર્શાવી ચૂક્યા છે ત્યારે વધુ એક વખત તેમના પક્ષ પલટો કરી શકે તેવી વિગત સામે આવી છે. લલીત વસોયાએ કોંગ્રેસના લોગો અને કોંગ્રેસના ખેસ વગર જન્માષ્ટમી નિમિત્તે શુભકામના આપતા જાહેરમાં તેમના પોસ્ટર લગાવ્યા છે. કોંગ્રેસે જેમને સ્થાન આપ્યું તેમણે પોસ્ટરમાં પણ કોંગ્રેસને સ્થાન ના આપ્યું.

રાજકોટ જીલ્લાના ધોરાજી-ઉપલેટા વિસ્તાર ધારાસભ્ય લલિત વસોયા ફરીથી કોંગ્રેસના સિમ્બોલથી દુરી બનાવી છે. ધોરાજીમાં જન્માષ્ટમી નિમિત્તે શુભકામના આપતા પોસ્ટરોમા કોંગ્રેસના સિમ્બોલનો ક્યાય ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો. કોંગ્રેસી ધારાસભ્ય લલિત વાસોયાના ફોટામા કોંગ્રેસનો ખેસ પણ ગાયબ થઈ ચૂક્યો છે. હાલ લલિતભાઈ વસોયા ભાજપમા જાશે તેવી વાત ફરી વહેતી થઇ છે. ત્યારે લલીત વસોયાના આ કામથી ફરી વાર ભાજપ-કોંગ્રેસમાં અનેક તર્કવિતર્ક જોવા મળેલ

ADVERTISEMENT

ભાજપમાં ભળવાના આપ્યા સંકેત?
લલીત વસોયા અનેક વખત કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવા સંકેત આપ્યા છે. થોડા સામે પહેલા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયા અને કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા એક મંચ પર દેખાયા હતા. આ પહેલા જામકંડોરણા ખાતે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. જેમાં ધોરાજી -ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ હાજરી આપી હતી અને જયેશ રાદડિયાએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પહેલા ધારાસભ્ય લલીત વસોયા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયા હતા અને તેના સ્ક્રીન શૉટ વાયરલ થયા હતા.

આમ, ચૂંટણી આવતાની સાથે જ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં રાજકીય આગેવાનોને જાણે નારાજ થવાની સિઝન આવી છે. અનેક નેતાઓની નારાજગી સામે આવવા લાગી છે અને પક્ષપાલટાની પણ શરૂઆત થઈ ચૂકી છે. આમ હવે જોવાનુંએ રહ્યું કે લલીત વસોયા કોંગ્રેસનો હાથ પકડી રાખશે કે ભાજપને સાથ આપશે? ચૂંટણીની સિઝનનો લાભ લઈ પક્ષ પલટો કરશે કે નહીં?

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT