એકલા લડવાની તાકાત નથી એટલે એકબીજાના શર્ટ ફાડનાર સાથે આવ્યા, પરશોત્તમ રુપાલાનો કોને ટોણો ?
હેતાલી શાહ, ખેડા: લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અને ગુજરાતમાં તમામ બેઠકો…
ADVERTISEMENT
હેતાલી શાહ, ખેડા: લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પણ એક્શન મોડમાં આવી ગઈ છે. અને ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય તે માટેની કવાયત પણ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ખેડા લોકસભા બેઠક અંતર્ગત નડિયાદના યોગી ફાર્મ ખાતે વિશાળ જનસભા યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ખેડા લોકસભા બેઠકના તમામ હોદ્દેદારો કાર્યકરો સાથે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રૂપાલાએ વિપક્ષ અને કોંગ્રેસ પર કાઠીયાવાડી અંદાજમાં શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું કે વિપક્ષ તો નમાલો છે એ જ મોટી સમસ્યા છે. આજે એકબીજાના શર્ટ ફાડી નાખનારા લોકો એક થઈ રહ્યા છે ભાજપને હરાવવા માટે, એકલા કોઈની ત્રેવડ નથી ભાજપને હરાવવાની.
પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ સહિત વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યુ કે, ” આપણે અહીંયા ચૂંટણીઓ માટે જ્યારે નીકળીએ છીએ ત્યારે આપણી સમસ્યા શું છે? આપણી સાચી સમસ્યા એ છે કે, આપણને નમાલો વિપક્ષ મળ્યો છે. એના કારણે આપણને ગૂંચવાડા બહુ ઉભા કરે છે. સાચું લડવાનું આવે ત્યારે આપણે મેદાનમાં એની સામે લડીએ પણ આ બધા ખોટું બહુ બોલે. જનમથી ખોટું બોલવાની ટેવ વાળા લોકો, હદ બહારની ખોટી વાતો કરે કઈ હોય જ નહીં એવા ખોટા કબાડા ઉભા કરે. હદ તો ત્યારે વટાવી કે દેશને પણ બદનામ કરવામાં એ લોકોએ પાછી પાની નથી કરી.
રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
કોંગ્રેસનો પ્રિન્સ વિદેશમાં જઈ અને ભારતના વાંકા બોલ્યો. એક પ્રોટોકોલ છે, દુનિયાની બહાર આપણે જઈએ ત્યારે ભાજપ કોંગ્રેસ ના હોય, ત્યા ભારત હોય. અહીંયા આપણે અંદર હોઈએ ત્યાં સુધી બરાબર છે. પણ વિદેશની ધરતી ઉપર જઈ અને ભારતમાં આમ નથી, ત્યાંના ડ્રાઇવર ના વખાણે છે, બોલો ખટારા વાળા બેસાડ્યો હતો. આવા ડ્રાઇવરને, આવા ખટારા અમારે ત્યાં નથી. તો તમારા બાપાએ 20 વર્ષ રાજ કર્યું. કોણે ના પાડી હતી, એવા ખાટારા બનાવી દીધા હતો તો. અહીં તો છકડો એ લીધો નહિ સરકાર હાટુ. અને હવે તમને ખટારા સાંભળે છે. આવી મનોવૃત્તિ સાથેની જે વીપક્ષની ટોળી છે, મિત્રોની હવે બધી લોકો ભેગા થાય છે. રોજ એ સમાચાર આવે. મોરચો મંડાણો છે. હવે સામે સામા એકબીજાના બુસ્કોટ ફાડી નાખતા હતા એ છે. એકલા એકલા મળે ને તો એકબીજાના બુસ્કોટ ફાડી નાખતા હતા. એ હંધાય ભેગા થઈ ગયા છે, શું કામ? ભાજપ સામે લડવાનું આવ્યુ છે. એકલા કોઈની ત્રેવડ નથી કે ભારતીય જનતા પાર્ટીની સામે લડવાની વાત કરે.
ADVERTISEMENT
ADVERTISEMENT