ભાજપને પડકાર ફેંકનારુ કોઈ નથી એટલે ઓછું મતદાન થયું- પુરષોત્તમ રૂપાલાનો તર્ક
નર્મદાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આ દરમિયાન ગત ચૂંટણી કરતા ઓછુ મતદાન નોંધાયું છે. આ મુદ્દો વધારે ચર્ચિત…
ADVERTISEMENT
નર્મદાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આ દરમિયાન ગત ચૂંટણી કરતા ઓછુ મતદાન નોંધાયું છે. આ મુદ્દો વધારે ચર્ચિત રહ્યો છે ત્યારે પુરસોત્તમ રૂપાલાએ પણ આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે 2 કારણોસર મતદાનની ટકાવારી ઘટી હોવાની વાત જણાવી છે. ચલો આપણે તેમના નિવેદન પર વિગતવાર નજર કરીએ…
મીડિયા સાથેની વાતચીતમાં કર્યો ખુલાસો…
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઇ ગયું છે ને હવે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે મતદાનના અંતિમ તબક્કામાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભાજપના ઉમેદવાર જ્યંતી રાઠવાના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જાહેર સભા સંબોધી હતી. જાહેર સભા સંબોધવા બાદ મીડિયા સાથે મુલાકાતમાં ઓછા મતદાન બાબતે તેમને જણાવ્યું હતું.
રૂપાલાએ 2 કારણો જણાવ્યા…
ગુજરાતમાં ઓછુ મતદાન થયું એના પાછળ રૂપાલાએ 2 કારણો જણાવ્યા છે. જેમાંથી એક તો લગ્નગાળો હોવાથી લોકો ઓછા મતદાન કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું. ત્યારે બીજી બાજુ તેમણે એવો પણ તર્ક લગાવ્યો હતો કે બે ઉમેદવારો વચ્ચે ચર્ચા અને રસાકસી હોય તો વધુ મતદાન થતું હોય છે. પરંતુ આ વખતે એક તરફી એટલે ભાજપ તરફી વાતાવરણ છે. એના કારણે મતદાન ઓછું થયું છે તેમ પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. ત્યારે જોવાનું રહેશે કે ઓછું મતદાનને કારણે હવે કઈ પાર્ટીને કેટલું નુકસાન થશે.
ADVERTISEMENT
With Input: નરેન્દ્ર પેપરવાલા
ADVERTISEMENT