પેપરલીકનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો: અમિત ચાવડાના સવાલમાં ગૃહ વિભાગે કહ્યું, અત્યાર સુધીમાં 121 લોકો સામે ફરિયાદ દાખલ થઈ

ADVERTISEMENT

gujarat Vidhansabha
gujarat Vidhansabha
social share
google news

ગાંધીનગર: 15મી વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે બજેટ સત્રનો બીજો દિવસ છે. આ દરમિયાન આજે નાણાં મંત્રી કનુ દેસાઇ આજે બજેટ રજૂ કરશે. ત્યારે સરકારને ઘેરવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પૂરતા પ્રયત્નો કરી રહી છે. આ દરમિયાન પેપરલીકનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો છે. ત્યારે પેપર લીક મામલે સરકારે અમિત ચવડાને જવાબ આપ્યો છે. 5 ઘટનામાં 121 લોકો સામે ફરિયાદ કરાઈ છે.

રાજ્યમાં પેપરલીક મામલે સતત રાજકારણ ગરમ રહ્યું છે. આ દરમિયાન પેપરલીક મુદે વિધાનસભામાં અમિત ચાવડાએ પ્રશ્ન પૂછ્યો છે. અમિત ચાવડાના પ્રશ્ન પર ગૃહ વિભાગે જવાબ આપ્યો છે. ગૃહ વિભાગે જણાવ્યું કે, 5 ઘટનામાં 121 લોકો સામે ફરિયાદ કરાઈ છે. 101 ગુનેગારોની ધરપકડ કરાઈ છે. હજુ 20 ગુનેગારોની ધરપકડ બાકી છે.

ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક મામલે અમિત ચાવડાએ સરકાર પર કર્યા હતા પ્રહાર  
વિધાનસભાના પ્રથમ દિવસે ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક 2023 રજૂ કર્યું હતું. જેમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વિધેયક સંદર્ભે સરકારને સૂચનો રજૂ કર્યા હતા. અમિત ચાવડાએ ગૃહ જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં સરકારે ‘દેર આયે, દુરસ્ત આયે’ને સાર્થક કરતાં પેપર લીક ઘટનાઑ મામલે કાયદો બનાવવાની 27 વર્ષે ખબર પડી છે એ સરકારને અભિનંદન.

ADVERTISEMENT

આ પણ વાંચો: ગુજરાતના આદિવાસી યુવાનની ‘માંઝી દ માઉંટન મેન’ જેવી કહાનીઃ ‘તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં’

આ ખાલી કાયદો બનીને ના રહી જાય
પેપરલીકના કાયદા મુદ્દે તેમણે સૂચન કર્યું કે રાજ્યના લાખો યુવાનો મીટ માંડીને બેઠા છે જેથી આ ખાલી કાયદો બનીને ના રહી જાય એનું સરકારે ધ્યાન રાખે. રાજ્યમાં ભૂતકાળમાં લાખો લોકો પેપર લીક ઘટનાનો ભોગ બન્યા છે જેથી ભવિષ્યમાં આ ઘટના ના થાય. રાજ્યમાં એક, બે, ત્રણ.. 2014થી 13 કરતાં વધુ પરીક્ષાઑના પેપર આ ડબલ એન્જિન સરકારમાં વખતો વખત ફુટ્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT