ગુજરાતમાં આંદોલનોને ડામવા સરકારે તૈયાર કરી રણનીતિ
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવતાની સાથે વિવિધ આંદોલન વેગ પકડી રહ્યા છે અને સરકારની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ સરકારે…
ADVERTISEMENT

અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવતાની સાથે વિવિધ આંદોલન વેગ પકડી રહ્યા છે અને સરકારની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ સરકારે આંદોલનને વધુ વેગ ન મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસુલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ચૂંટણી તમામ પ્રશ્નોના નિરાકરણ માટે 5 મંત્રીઓની એક કમિટી બનાવી છે.
એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં વિવિધ વર્ગ, સમુદાય, સરકારી કર્મચારી યુનિયનો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યાં છે. આ આંદોલનની અસર ચૂંટણીના પરિણામ પર ના પડે તે માટે હવે સરકાર સતર્ક થઇ છે. ગુજરાત સરકારે વિવિધ આંદોલનોના હલ માટે સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી છે. આ કમિટી આંદોલન કરી રહેલા કર્મચારીઓને સાંભળશે.
રાજ્યમાં વર્ષના અંતે ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે વિવિધ સંગઠનો હવે પોતાની માંગને લઈને આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. રાજ્યના કર્મચારીઓની પડતર માંગોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે. આ કમિટીમાં રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણાંમંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રિજેશ મિરજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સભ્યો રાજ્ય સરકારનાં કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરીને તમામ આંદોલનોને ઠારવાનો પ્રયત્ન કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT