મોડાસાના શીકા મતદાન મથકે મતદાન શરૂ થતાંજ EVM ખોટકાયું, અધિકારીઓમાં દોડધામ વધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા, અરવલ્લી: બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. આજે 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે અને બીજા તબક્કામાં 833 ઉમેદવારોના ભવિષ્ય EVM માં કેદ થશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમીત શાહ સહિતના નેતાઓ મતદાન કરશે. આ દરમિયાન મોડાસામાં સવારથી જ મતદાન માટે લાંબી લાઈનો લાગી છે. ત્યારે શિકા મતદાન મથકે EVM ખોટકાતા અધિકારીઓમાં દોડધામ વધી છે.

મોડાસામાં મતદાન દરમિયાન EVM ખોટકાયું  છે. શીકા મતદાન મથકે મતદાન શરૂ થતાંજ EVM ખોટકાયું છે.  EVM ખોટવાતા અધિકારીઓમાં દોડધામ વધી છે. જ્યારે મોડાસામાં મતદાન કરવા લાંબી લાઈનો લાગી છે. મોટી સંખ્યામા લોકો વોટ આપવા આવી રહ્યા છે. લોકો ઉત્સાહ સાથે પોતાનો મત આપી રહ્યા છે.

ભાજપના ઉમેદવારે કર્યું મતદાન 
મોડાસા ના ચારણવાડા ગામે ભાજપના ઉમેદવારએ મતદાન કર્યું છે.  ભીખુસિંહ પરમાર સાથે પરિવારના સભ્યો એ પણ મતદાન કર્યું. મતદાન બાદ  ઉમેદવાર ભીખુસિંહ પરમારે જંગી બહુમત સાથે વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો

ADVERTISEMENT

મોડાસામાં આદર્શ મતદાન ઊભું કરાયું
મોડાસા માં આદર્શ મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે. મોડાસાના ભેરુંડા ખાતે આદર્શ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે.  અંદાજિત આ મથક પર 1154  મતદારો મતદાન કરશે.  ઉત્સાહ ભેર લોકો જઈ રહ્યા છે મતદાન મથક પર.

    follow whatsapp

    ADVERTISEMENT