ચૂંટણી પંચ ફરી આવશે ગુજરાત, ચૂંટણી વહેલી યોજાવાની સંભાવના
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચે પણ ચૂંટણીની તૈયારી કરી છે. ત્યારે ચૂંટણી પંચ ગુજરાતના બે દિવસના…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચે પણ ચૂંટણીની તૈયારી કરી છે. ત્યારે ચૂંટણી પંચ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. જેમાં ચૂંટણી પંચ 26-27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ મુલાકાત લેશે. આ ઉપરાંત ચૂંટણી પંચ રાજકીય પક્ષોની મુલાકત લેશે.
રાજકીય પક્ષો સાથે કરશે મુલાકાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ પણ ચૂંટણીની તૈયારીને આખરી ઓપ આપવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે ફરી એક વખત 26-27 સપ્ટેમ્બરે ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે આવી રહ્યું છે. આ મુલાકાત દરમિયાન રાજકીય પક્ષો સાથે બેઠક કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચૂંટણી વહેલી યોજાશે અને ઓકટોબર માસના પહેલા કે બીજા સપ્તાહમાં ચૂંટણી જાહેર થશે અને આદર્શ આચારસંહિતા લાગુ થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી-2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે હવે ચૂંટણી વહેલી યોજાશે તેવી અટકળો તેજ છે. ચૂંટણી જાહેર થયાના 45 દિવસમાં ચૂંટણી યોજવામાં આવે છે ત્યારે સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ચૂંટણી યોજાશે અને 15 ડિસેમ્બર સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
ADVERTISEMENT
વર્ષ 2017ની ચૂંટણી
2017માં ગુજરાતમાં બે તબક્કામાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરે મતદાન કરાવાયું હતું. ગત પાંચ દરમિયાન ગુજરાતમાં દરવર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઇ છે. કૉંગ્રેસના ઘણાં નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. પક્ષપલટાના કારણે દરવર્ષે પેટા ચૂંટણી યોજાઇ છે. આ વર્ષે તરફ આમ આદમી પાર્ટી પણ પોતાની ઉપસ્થિતિ વધારવા માટે ગુજરાતમાં ચૂંટણી તૈયારીઓમાં લાગી છે ત્યારે આ ચૂંટણીમાં મુખ્ય 3 પક્ષ મેદાને જોવા મળશે.
ADVERTISEMENT