ચૂંટણીની તૈયારી હવે ચૂંટણી પંચે પણ શરૂ કરી, રાજ્યમાં રાજકીય માહોલ જામ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષ જીતવા માટે એડી ચોંટીનું જોર લગાવશે અને ગુજરાતમાં સરકાર બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે તો…
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષ જીતવા માટે એડી ચોંટીનું જોર લગાવશે અને ગુજરાતમાં સરકાર બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં રાજકીય આગેવાનોના પ્રવાસો પણ શરૂ થઈ ચૂક્યા છે આમ સરકારને ઘેરવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રયાસો શરૂ કરી ચૂકી છે ત્યારે ગુજરાતને પોતાનો ગઢ બનાવનાર ભાજપ પોતાની સત્તા ટકાવી રાખવા જોર લગાવશે. ચૂંટણીની તૈયારી રાજકીય પક્ષ સાથે ચૂંટણી પંચે પણ શરૂ કરી દીધી છે.
આવનાર સમયમાં મતતદાર યાદી સુધારણાની કામગીરી શરૂ કરવા જઇ રહી છે ત્યારે બીજી તરફ ચૂંટણી પ્રક્રિયાને વધુ ચોકસાઈપૂર્ણ બનાવવામાં અને પારદર્શી, નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં મતદાન માટેના ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન એટલે કે EVM અને VVPATના ફર્સ્ટ લેવલ ચેકીંગ મહત્વની ભૂમિકા ભજવે છે. જે ધ્યાને લેતાં ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ મુજબ આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે તા.૧લી ઓગષ્ટથી રાજ્યના ૧૮ જિલ્લાઓમાં EVM અને VVPATના ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ફર્સ્ટ લેવલ ચેકીંગના નિરિક્ષણ અર્થે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓબ્ઝર્વર્સની પણ નિમણૂંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત તા.૧૫મી જુલાઈથી રાજ્યના ૦૯ જિલ્લાઓમાં EVM અને VVPATના ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
યુવા મતદાર સપ્તાહની ઉજવણી થશે
યુવા મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં ગુણવત્તાયુકત ભાગીદારી વધે તે આશયથી મતદાર જાગૃતિ અને કેળવણી અભિયાન(SVEEP) અંતર્ગત પ્રતિવર્ષ યુવા મતદાર મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે તે પૂર્વે તા. ૧૨મી ઓગસ્ટથી તા.૨૨મી ઓગસ્ટ દરમ્યાન રાજ્યભરમાં ‘યુવા મતદાર મહોત્સવ-૨૦૨૨’ની ઉજવણી કરવામાં આવશે. આમ ચૂંટણી નજીક આવતાની સાથે જ હવે રાજ્યમાં રાજકીય માહોલ તૈયાર થવા લાગ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT