એક્ઝિટ પોલ બાદ હાઈકમાન્ડ એલર્ટ, તેલંગાણાના કોંગ્રેસના ઉમેદવારોને બેંગ્લોર મોકલવાની તૈયારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Telangana Election 2023: તેલંગાણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સ્પષ્ટ લીડ મળતી જોવા મળી રહી છે. તેમ છતાં પાર્ટી હાઈકમાન્ડ સંપૂર્ણપણે સતર્ક હોય તેવું લાગી રહ્યું છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, કોંગ્રેસ પાર્ટી ધારાસભ્ય પદના ઉમેદવારોને બેંગ્લોર અથવા અન્ય કોઈ શહેરમાં મોકલવાની તૈયારી કરી રહી છે, જેથી કરીને હોર્સ-ટ્રેડિંગથી બચાવી શકાય. વિધાનસભાની ચૂંટણીના પરિણામો 3જી ડિસેમ્બરે જાહેર થવાના છે. 2014માં તેલંગાણાની રચના બાદથી BRS અહીં સત્તામાં છે. અગાઉની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારે આંધ્ર પ્રદેશનું વિભાજન કરીને તેલંગાણા રાજ્યની રચના કરી હતી.

પાર્ટી હાઈકમાન્ડે બનાવ્યો પ્લાન

તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ રેવંત રેડ્ડીએ પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સૂત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના ઉમેદવારોને અન્ય સ્થળે શિફ્ટ કરવાનો પ્લાન છે, જેના પર અંતિમ નિર્ણય રવિવારે પરિણામ જાહેર થયા બાદ લેવામાં આવશે. સિનિયર નેતાએ કહ્યું કે, ‘જો કોંગ્રેસ 70થી ઓછી બેઠકો જીતે છે, તો આવી સ્થિતિમાં ઉમેદવારોને બેંગ્લોર અથવા અન્ય કોઈ શહેરમાં મોકલવાનો પ્રસ્તાવ છે. તમામને કોઈ હોટેલ કે રિસોર્ટમાં મોકલવામાં આવશે.’

સરકાર બનાવવાનો જાદુઈ આંકડો 60

તેલંગાણામાં કુલ 119 વિધાનસભા બેઠકો છે અને સરકાર બનાવવાનો જાદુઈ આંકડો 60 છે. ઘણા એક્ઝિટ પોલમાં કોંગ્રેસને મામૂલી લીડ મળતી જોવા મળી રહી છે, જ્યારે કેટલાકમાં પાર્ટી મોટી જીત તરફ આગળ વધી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે તેના બે સંયોજકોને તે વિધાનસભા ક્ષેત્રમાં મોકલ્યા છે જ્યાં તેના ઉમેદવારો જીતે તેવી શક્યતા છે. ચૂંટણી અધિકારીઓ પાસેથી જીતનું સર્ટિફિકેટ મળ્યા બાદ તેઓને કોઈ ગુપ્ત સ્થળોએ મોકલી શકાય છે.

ADVERTISEMENT

મોટી ભૂમિકા ભજવી શકે છે ડીકે શિવકુમાર

રિપોર્ટનું માનીએ તો કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર ધારાસભ્યોને શિફ્ટ કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ પહેલા પણ તેઓ આ પ્રકારની ભૂમિકા ભજવી ચૂકી છે. 2018માં કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન કોંગ્રેસ અને જનતા દળ (એસ)ના ધારાસભ્યોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા. આની પાછળ શિવકુમારે ઘણી મહેનત કરી હતી. તમને જણાવી દઈએ કે તેલંગાણામાં ઈન્ડિયા ટીવી-સીએનએક્સે કોંગ્રેસને 63-79, બીઆરએસને 31-47, ભાજપને 2-4 અને AIMIMને 5-7 બેઠકો મળવાનું અનુમાન લગાવ્યું છે.

ક્ઝિટ પોલ શું કહે છે?

જન કી બાત અનુસાર, કોંગ્રેસને 48-64, BRSને 40-55, ભાજપને 7-13 અને AIMIMને 4-7 બેઠકો મળી શકે છે. રિપબ્લિક ટીવી-મેટ્રિક્સે તેલંગાણામાં કોંગ્રેસને 58-68, BRSને 46-56, ભાજપને 4-9 અને AIMIMને 5-7 બેઠકો મળવાનું અનુમાન લગાવ્યું છે. TV9 ભારતવર્ષે પ્રમાણે, કોંગ્રેસને 49-59 બેઠકો મળશે, BRSને 48-58 બેઠકો મળશે, ભાજપને 5-10 બેઠકો મળશે અને AIMIMને 6-8 બેઠકો મળશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT