ભાજપની જીતમાં યુવા વર્ગના યોગદાન પર તેજસ્વી સૂર્યાનું મોટુ નિવેદન, ચૂંટણીમાં યુવા વર્ગ રહેશે ગેમ ચેન્જર
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે BJP યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અત્યારે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેઓ ગાંધીનગર,…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે BJP યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અત્યારે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેઓ ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાઠા યુવાનો સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે. અહીં જમાલપુર ખાતે જગન્નાથ મંદિરે તેઓ દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે યુવાનો સંબોધીને કહી આ મોટી વાત.
તેજસ્વી સૂર્યાએ યુવાનોનું યોગદાન જણાવ્યું
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની આ ટર્મમાં યુવાનોનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે. તેવામાં ભાજપના યુવા નેતા તેજસ્વી પ્રકાશે કહ્યું કે ભાજપે અત્યારસુધી છેલ્લા 6 ચૂંટણીમાં જ્યાં જીત મેળવી છે એમાં સૌથી મોટુ યોગદાન યુવાનોનું છે. યુવાનો અને મહિલા મતદાતાઓના કારણે જ ભાજપ જીતમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
આ વખતે 4.6 લાખથી વધુ યુવા મતદારો પહેલીવાર વોટ આપશે
નોંધનીય છે કે, આ વખતે રાજ્યમાં 18 થી 19 વય જૂથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું હતું. આ યુવા મતદારો પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT