શિક્ષકોમાં નારાજગીઃ ‘ખેલમહાકુંભમાં રજીસ્ટ્રેશનની કામગીરી પણ નહીં કરીએ’, કર્યો બહિષ્કાર
વીરેન જોશી.મહિસાગરઃ ગુજરાત સરકારે ખાતરી આપીને માંગણીઓ હલ ન થતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના હોદેદારો દ્વારા ખેલમહાકુંભના રજીસ્ટ્રેશનનો તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી…
ADVERTISEMENT
વીરેન જોશી.મહિસાગરઃ ગુજરાત સરકારે ખાતરી આપીને માંગણીઓ હલ ન થતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના હોદેદારો દ્વારા ખેલમહાકુંભના રજીસ્ટ્રેશનનો તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી ઓનલાઇન કામગીરી પણ નહીં કરવામાં આવે તેવી ચિમકી ઉચ્ચારી છે. આમ કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
300 શાળાઓમાં કામગીરી અટકશે
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મૂજબ મહિસાગર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તમામ શાળામા ખેલમહાકુંભના રજીસ્ટ્રેશનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ રાજયના તમામ આચાર્યો, અને સંચલાકને લેખિત જાણ કરી છે. જેને લઇ આજથી સમગ્ર મહિસાગર જિલ્લાની 300 જેટલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે.
ગાંધીનગરની ખુરશીઓ હલવાની તૈયારીમાંઃ ખેડૂતને જાહેરમાં લાફા મારવા પડશે ભારે, MLAનું માગ્યું રાજીનામુ- Video
જિલ્લાના તમામ તાલુકામાં ધરણા કાર્યક્રમ
આ બાબતે મહિસાગર જિલ્લા ઉચ્ચત્તર માઘ્યમિક શૈક્ષણિક સંઘ પ્રમુખ દિનેશ પટેલે ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખાતરી આપેલા પ્રશ્નોનો આજ દિન સુધી હલ ન કરવામાં આવતા આજે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા દ્વારા સંઘના આદેશનું પાલન કરવામાં આવશે અને આજથી શરૂ થયેલા ખેલમહાકુંભના રજીસ્ટ્રેશનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાથો સાથ સરકાર દ્વારા આપવામાં આવતી ઓનલાઇન કામગીરી પણ નહીં કરવામાં આવે તેમજ 12 તારીખ અને શનિવારે જિલ્લાના તમામ તાલુકામાં ધરણા કાર્યક્રમ કરવામાં આવશે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના હોદ્દેદારો પરિપત્રમાં શું કર્યો છે ઉલ્લેખ
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા સરકારે ખાતરી આપેલી માગણીઓ હલ ન થાય ત્યાં સુધી શિક્ષણ સિવાયની કામગીરીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. તેના ભાગરૂપે આવતીકાલથી શરૂ થતા ખેલમહાકુંભના રજીસ્ટ્રેશનનો બહિષ્કાર કરવાનો રહેશે આ અંગે સંચાલક, આચાર્ય, ક્લાર્ક, કોઈપણ શિક્ષક કે કોઈપણ અધિકારીને વર્ગ રજીસ્ટર કે તેને આનુસંગિક વિગત આપવી નહીં. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના હોદ્દેદારો દ્વારા ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન નહીં કરવા અને આ કામગીરીથી અળગા રહેવાના છે. ત્યારે હવે જોવું રહ્યું કે આની અસર ખેલ મહાકુંભના કર્યક્રમ પર કેટલી પડશે કે, શું પછી સરકાર અન્ય કોઈ વિકલ્પ પસંદ કરી ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન શરૂ કરાવશે.
ADVERTISEMENT