ભાજપના બે ફાંટા પછી મોટી અસરઃ સુરતની જાણીતી પીપલ્સ બેન્કની ચૂંટણીમાં ભાજપની પેનલનો કારમો પરાજય

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરત પીપલ્સ કોઓપરટીવ બેંકની ચૂંટણીમાં મોટો ઉલટ ફેર થયો છે. સુરત શહેર ભાજપના મહામંત્રી મુકેશ દલાલની પેનલનો કારમો પરાજય થયો છે. મુકેશ દલાલ પેનલના ભાજપના બે કોર્પોરેટરની પણ હાર થઈ છે. ભાજપના બે કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલા અને કેયુર ચપટવાલા હારી ગયા છે. ભાજપના નેતા સ્વર્ગસ્થ નરેન્દ્ર ગાંધીના પુત્ર મહેક ગાંધીની પેનલનો જય જયકાર સાથે વિજય થયો છે. સુરતની જુની અને જાણીતી બેન્કમાં ભાજપના ટોચના નેતાની પેનલનો પરાજય થતા સહકારી વર્તુળમાં આંચકો મચ્યો છે.

સહકાર પેનલના તમામ ઉમેદવારોનો વિજય

મુકેશ દલાલ પેનલનો પરાજય ભાજપ માટે મોટો ઝટકો છે. આ પરાજયથી ભાજપની સહકારી સંસ્થાઓમાં ભાગીદારી પર પ્રશ્નો ઊભા થયા છે. આ પરાજયથી ભાજપને સ્થાનિક સ્તરે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ બેન્ક 100 વર્ષ જૂની અને કો ઓપરેટિવ બેન્કોના ટર્ન ઓવરની દ્રષ્ટીએ રાજ્યમાં ત્રીજા નંબર પર આવે છે. જ્યાં ભાજપમાં થયેલો ધબડકો મોટી ચર્ચાનો વિષય બની ગયો છે. અહીં સહકાર પેનલના તમામ 13 દાવેદારોનો વિજય થયો હતો. જ્યારે વિકાસ પેનલના તમામ દાવેકારોને મતદારોએ ફગાવી દીધા હતા.

દિલ્હી સેવા બિલ 2023 રાજ્યસભામાં પણ પાસ, ગઠબંધન બાદ I.N.D.I.A ને મોટો ઝટકો

2000 મત ક્રોસમાં પડ્યા

સવારે સુરતના મજૂરાગેટ વિસ્તારમાં આવેલા દયાળજી આશ્રમમાં 11771 મતને લઈ કાર્યવાહી શરૂ કરાઈ હતી. પોલીસ બંદોબસ્ત હતો, ખાનગી સિક્યુરિટી પણ હતી અને બેન્કના કર્મચારીઓએ પણ સુરક્ષાને લઈ ધ્યાન રાખ્યું હતું. દરમિયાન શરૂઆતમાં તો બંને પેનલના ઉમેદવારોમાં સારી એવી સરસાઈ હતી પરંતુ સમય જતા મોટી માત્રામાં 2000 મતદારોએ ક્રોસ વોટિંગ કર્યાનું સામે આવ્યું હતું. જેને પગલે થોડા કલાકો પછી હારનો અંદાજ આવી જતા વિકાસ પેનલના તમામ ઉમેદવારોએ મત ગણતરી કેન્દ્ર છોડી રવાનગી પકડી લીધી હતી.

ADVERTISEMENT

સ્વાભાવિક રીતે હારનું કારણ એવું સામે આવી રહ્યું હતું કે હાલની બોડી સામેની નારાજગી અને તેમાં પણ સહકાર પેનલની સામે સક્ષમ અન્ ક્વોલિફાઈડ દાવેદારોનો વિકાસ પેનલમાં અભાવ જોવા મળ્યો હતો. જોકે ભાજપમાં બે ફાંટાઓની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ હાર મોટો પદાર્થ પાઠ માનવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં 15198 બેલેટ પેપર ઈશ્યૂ કરાયા હતા. 3414 મત આ દરમિયાન રદ્દ થયા હતા જેથી 11771 મતની ગણતરી કરાઈ હોવાનું સામે આવ્યું હતું.

બેંકની ચૂંટણીમાં ભાજપના નામે બેંકનો વહીવટ કબ્જે કરવાનો પ્રયત્ન કરવામાં હાર ચાખવી પડી હોવાનો ઘટસ્ફોટ થયો છે. બેંક ચેરમેન મુકેશ દલાલની પેનલમાં શૈલેષ જરીવાલા, કેયુર ચપટવાલા અને ધર્મેશ વાણિયાવાલા હતા જે બધાની હાર થઈ હતી. જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પરેશ પટેલે પણ ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું પણ પછીથી નામ પાછુ ખેંચ્યુ હતું.

ADVERTISEMENT

(ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT