ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ગેરહાજર રહેલા સુખરામ રાઠવાએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

ADVERTISEMENT

sukhram rathva
sukhram rathva
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભ્યની ચૂંટણી નજીક આવી રહી છે તેમતેમ અનેક નેતાઑની નારાજગી સામે આવે છે. ત્યારે છેલ્લા થોડા દિવસથી ચર્ચાઑ ચાલી રહી હતી કે વિપક્ષ નેતા સુખરામ રાઠવા નારાજ છે. ત્યારે આજે કોંગ્રેસે જાહેર કરેલી ચૂંટણી ઢંઢેરા કાર્યક્રમમાં આજે મોટા નેતાની સૂચક ગેરહાજરી દેખાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આજે વિપક્ષ નેતાએ આ મામલે ખુલાસો કરતાં કહ્યું કે, ક્યાંય જવાનો નથી, પક્ષ સાથે જ છું, લગ્નમાં આવ્યો છું, અફવા પર ધ્યાન ન આપતા.

વિપક્ષ નેતા સુખરામ રાઠવા આવે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા મેનફેસ્ટ્રોમાં હાજર રહ્યા ન હતા ત્યારે આ અંગે ખુલાસો કરતાં કહ્યું કે,  ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે. તેમ તેમ ટિકિટ ફાળવણી અંગે પણ અલગ અલગ વાતો થઈ રહી છે. આજે અમારા કોંગ્રેસના નેતાઓની હાજરીમાં મેનિફેસ્ટ્રો  જાહેર કરવાનો હતો મારી અનૂપસ્થિતિને કારણે અનેક વાતો ચર્ચાઇ રહી છે. મે બે દિવસ પહેલા જ કહ્યું હતું કે હું કોંગ્રેસી છું. કોંગ્રેસ સાથે રહેવાનો છું.

ભાજપમાં જવાનું કોઈ કારણ નથી
વિપક્ષનેતા સુખરામ રાઠવાએ કહ્યું કે, કોંગ્રેસથી જ લડવાનો છું. હું ભાજપમાં જવાનો નથી. હું કોંગ્રેસ સાથે છું અને કોંગ્રેસમાં રહેવાનો છું. કોઈ કારણ નથી કે મારે ભાજપમાં જવાનું છે. કોંગ્રેસે મને ઘણું આપ્યું માન સન્માન આપ્યું છે. વિપક્ષ નેતા બનાવ્યા છે. મારા મતવિસ્તારમાં છું. મિત્રના ઘરે લગ્ન પ્રસંગમાં છું. ફોર્મ ભરવાની તૈયારીના ભાગરૂપે હું ત્યાં ઉપસ્થિત રહી શક્યો નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT