ખોટા તાયફાઓમાંથી બહાર આવોઃ ખેડબ્રહ્માની આ શાળા 2 વર્ષથી ભાડાના મકાનમાં, બાળકોના ભાવી સાથે ગંભીર ચેડા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હસમુખ પટેલ.સાબરકાંઠાઃ એક તરફ ભાર વિનાનું ભણતરની સાથે ડિજિટલ ગુજરાતની વાતો થઈ રહી છે, તો બીજી તરફ હાલના તબક્કે એવી પણ શાળાઓ છે કે જ્યાં છેલ્લા બે વર્ષથી ભાડાના મકાનમાં પ્રાથમિક શાળા ચાલતી હોય વાત છે. સાબરકાંઠાના ખેડબ્રહ્માના દેરોલ કંપાની પ્રાથમિક શાળા છેલ્લા બે વર્ષથી સ્કૂલ સ્થાનિક ગ્રામજનોના સહયોગથી ચાલી રહી છે.

નવી શાળા બનવાની મંજુરી મળી પણ સરકારી બાબુઓને ટાઈમ નથી મળ્યો

એક તરફ રાજ્ય સરકાર શિક્ષણ મામલે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે તો બીજી તરફ આજે પણ એવી કેટલીય શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓ છે શિક્ષકો છે પરંતુ શાળા માં મકાન ન હોવાના પગલે સ્થાનિક ગ્રામજનો દ્વારા ભાડાના મકાનમાં ભારતનું ભવિષ્ય શિક્ષણ મેળવી રહી છે જોકે આ મામલે સ્થાનિક લોકોએ તાલુકા શિક્ષણ અધિકારીથી લઈ જિલ્લા શિક્ષણ અધિકારીને રૂબરૂ તેમ જ લેખિતમાં રજૂઆત કરાયાના બે વર્ષ બાદ પણ હજુ મામલો અધ્ધરતાલ છે આ અંગે સ્થાનિકોમાં ભારે રોષ છે તેમ જ સતત બે વર્ષથી પ્રયત્ન કરાયા બાદ પરિણામ શૂન્ય મળતા આગામી સમયમાં રાજ્યકક્ષાએ રજૂઆત કરવાનો પણ આયોજન કરી રહ્યા છે

મુકેશભાઈ પટેલ, દેરલ કંપા પ્રાથમિક શાળા, અધ્યક્ષ

Chandrayaan 3 Mission Challenges: ISRO એ કહ્યું કાલનો દિવસ ખુબ જ મહત્વપુર્ણ

એક તરફ ખેડબ્રહ્માના દેરોલ કંપા ખાતે ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા છેલ્લા પાંચ દાયકાઓથી ચાલી રહી છે. તેમજ જર્જરિત મકાન હોવાના પગલે સ્થાનિક ગ્રામજનો સહિત વહીવટ તંત્ર દ્વારા તેને દૂર કરવાનો લેખિત ઓર્ડર થયા બાદ સ્થાનિકો દ્વારા બે વર્ષ પહેલા તોડી નખાઈ હતી. છેલ્લા બે વર્ષથી ખેડબ્રહ્મા ખાતે 150થી વધારે રૂમ બનાવવા માટેની જિલ્લા કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ હજુ પણ એક પણ રૂમ ન મળતા આવે સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે.

ADVERTISEMENT

એક તરફ રાજ્ય સરકાર દ્વારા બનશે ગુજરાત તેમજ ગતિશીલ ગુજરાતની વચ્ચે ડિજિટલ શિક્ષણની વાતો થઈ રહી છે તો બીજી તરફ આજે પણ ગુજરાતની કેટલીક સ્કૂલ ભાડાના મકાનમાં ચાલી રહી છે અને જ્યાં પ્રાથમિક શાળા છે ત્યાં પશુઓ ફરી રહ્યા છે ત્યારે સહેજે સવાલ ઉભો થાય કે શું આ રીતે ભણશે ગુજરાત…?

    follow whatsapp

    ADVERTISEMENT