રૂપાલાનો આપ પર પ્રહાર કહ્યું, AAP સામે ભાજપે મેદાને પડવાનું ન હોઈ, આ BJPનું રાજ્ય છે

ADVERTISEMENT

rupala
rupala
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પણ આજે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં આજે છોટાઉદેપુરના કવાટ તાલુકાના ભેખડીયા ગામે દિવ્યગ્રામ મહા સંમેલન યોજાયું હતું જેમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, આ ભાજપનું રાજ્ય છે અને ભાજપનો ગઢ છે. ભાજપ કોઈ સામે મેદાને નથી પડ્યું.

આ ભાજપનો ગઢ
ગુજરાત વિધાનસભણી ચૂંટણી નજીક આવી રહી છે તેમતેમ ગુજરાતમાં નેતાઓના પ્રવાસો શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં સભાઓ ગુંજવા લાગી છે. વિવિધ સંમેલનો થવા લાગ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા એક ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં ના આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતી ઓવર કોમફિડન્સ જોવા મળ્યો હતો. તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ કોઈ સામે મેદાને નથી પડ્યું, આપ સામે ભાજપે મેદાને પડવાનું ન હોઈ. આ ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય છે. ભાજપનો આ ગઢ છે. મેદાને પડવું હોઈ એ સામે વાળા હોઈ. મેદાન તો અમારું છે.

ગુજરાતની જનતા બધું સારું સમજે
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આમ આદમી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે,  તાકત લગાડે છે પણ ખ્યાલ નથી આ ગુજરાત છે. ગુજરાતની જનતા બધું સારું સમજે છે. કોઈ કાલ્પનિક ચિત્રો બતાવે તેની પાછળ ગુજરાત ન જાય. મહાત્મા ગાંધીની પાછળ ચાલવા શીખેલું ગુજરાત છે.સરદાર સાહેબના ચિલે ચાલવા શીખેલું ગુજરાત છે અને હવે ગુજરાત નરેન્દ્ર મોદી ને ફોલો કરે છે ,એ આ ગુજરાત છે. આપણે જ્યોતિષ માં નથી પડતા.પણ હોઈ એના કરતાં સારી સરકાર અમારી બનાવે એવી માતાજીને પ્રાર્થના.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT