આખરે 'બા' અને 'બેન' ગળે મળ્યા! રિવાબાએ પૂનમ માડમને મળીને ટિકિટ મળવાની શુભેચ્છા આપી
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી. જેમાં ગુજરાતની 26માંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં જામનગર લોકસભા સીટ પરથી વર્તનમાન સાંસદ પૂનમબેન માડમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. તેમના નામની જાહેરાત બાદ કાર્યકરો દ્વારા ફટાકડો ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. BJPના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ તેમને શુભકામના પાઠવવા માટે પહોંચ્યા હતા અને ગળે લગાવીને અભિનંદન આપ્યા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચો: Lok Sabha 2024: BJPની પહેલી યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર, ગુજરાતની 15 બેઠકો પર 'મૂરતિયા' નક્કી
રિવાબાએ ગળે લાગીને પૂનમ માડમને શું કહ્યું?
સાંસદ પૂનમ માડમને અન્ય હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં રિવાબા જાડેજાએ ગળે લગાવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ રિવાબાએ પૂનમ માડમને 5 લાખની લીડથી જીતવાના સી.આર પાટીલના ટાર્ગેટને પણ યાદ અપાવ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો હતો.
આ પણ વાંચો: Lok Sabha 2024: BJP ની પહેલી યાદીમાં ગુજરાતમાં આ 5 સાંસદોના પત્તા કપાયા, હજુ 11 સીટ પર 'ખેલ' બાકી
ગત વર્ષે સાંસદ-ધારાસભ્ય વચ્ચે ચકમક ઝરી હતી
નોંધનીય છે કે, આ પહેલા ગત વર્ષે મેરી મીટ્ટી, મેરા દેશ કાર્યક્રમમાં પૂનમ માડમ અને રિવાબા જાડેજા વચ્ચે જાહેરમાં ચકમક ઝરી હતી, જેનો વીડિયો સામે આવ્યો હતો. જોકે હવે બંને મહિલા નેતાઓ જૂની વાતો ભૂલીને આગળ વધ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. બંને મહિલા નેતાઓને આ રીતે ગળે લાગતા જોઈને હાજર લોકો પણ જોતા રહી ગયા હતા.
ADVERTISEMENT
(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT