કેજરીવાલ પર મુખ્યમંત્રીએ કર્યો પ્રહાર કહ્યું, રેવડી કલ્ચરથી વિકાસ ન થાય
હેતાલી શાહ, ખેડા: રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે દિવસેને દિવસે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. જનતાને આકર્ષવા વિવિધ જાહેરાતો કરવામાં આવે છે.…
ADVERTISEMENT
હેતાલી શાહ, ખેડા: રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે દિવસેને દિવસે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. જનતાને આકર્ષવા વિવિધ જાહેરાતો કરવામાં આવે છે. આ ચૂંટણી દરમિયાન એક શબ્દ સામે આવ્યો છે ,રેવડી કલ્ચર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા વિવિધ સુવિધાઓ વિના મૂલ્યે આપવાની વાત કરવામાં આવી છે. આ મુદ્દે સરકાર અનેક વખત ફ્રીની રેવડીનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર પ્રહાર કર્યા અને કહ્યું કે રેવડી કલ્ચરથી વિકાસ ન થાય.
આજે ખેડાના કપડવંજ તથા મહુધામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે કેજરીવાલના રેવડી કલ્ચર પર પ્રહાર કરતાં જણાવ્યું કે રેવડી કલ્ચરથી વિકાસ ન થાય. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રેવડી કલ્ચર વિશે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહેતા કે રેવડી કલ્ચરથી વિકાસ ન થઈ શકે. એના માટે વ્યવસ્થાપન કે જે આપણુ નાણાકીય વ્યવસ્થાપન છે. એ મજબૂત કરવું પડે. પહેલા આપણને ખબર હતી કે અહીંયાથી બરોડાથી વાપી સુધી જ ઉદ્યોગો સ્થપાતા. એનું કારણ શું? તો કે ગામડાઓમાં તાલુકા, જિલ્લા કક્ષાએ લાઇટની વ્યવસ્થાઓ ન હોય, પાણીની વ્યવસ્થા ન હોય, રોડ રસ્તા ન હોય તો કેવી રીતે વિકાસ થાય? તો નરેન્દ્ર ભાઈએ આખા ગુજરાતમાં ખૂબ સારું વ્યવસ્થાપન કરી અને એ જે પ્રગતિથી કામ કરતા હતા એ જ પ્રગતિથી હું અને મારી ટીમ પણ આજે કામ કરી રહ્યા છીએ.
દરેકે દરેક જિલ્લા, તાલુકા અને ગામડા સુધી રસ્તા પહોંચાડ્યા છે, પીવાનું પાણી, નહેરોથી ખેતી માટેનું પાણી અને વીજળી છેક ગામડા સુધી પહોંચાડવાના કારણે તાલુકા લેવલે, જિલ્લા લેવલે ગામડા સુધી આપણી સ્વાસ્થ્યની પણ સુવિધાઓ પહોંચાડી શક્યા છે અને સાથે સાથે નાના મોટા ધંધા પણ પહોંચાડી શક્યા છે. આમ અરવિંદ કેજરીવાલ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેવડી કલ્ચર પર પ્રહાર કર્યા હતા અને વિકાસ અંગે જણાવ્યું હતું.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલ વિવિધ જાહેરાતો કરી રહ્યા છે ત્યારે તેમની જાહેરાતોને લઈ ને વિવિધ મુદ્દે તેમણે ઘરેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેમની ફ્રીની જાહેરાતોને કારણે દેશની અર્થવ્યવસ્થા પર અસર થસે તેમ જણાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રેવડી કલ્ચર પર પ્રહાર કર્યા.
ADVERTISEMENT