નિવૃત IPS અધિકારીઓએ કેજરીવાલ વિરુદ્ધ લખ્યો રાષ્ટ્રપતિને પત્ર, જાણો શું લખ્યું
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જમવા લાગ્યો છે. દિવસેને દિવસે ચૂંટણી લક્ષી કાર્યક્રમો વધવા લાગ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે હવે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જમવા લાગ્યો છે. દિવસેને દિવસે ચૂંટણી લક્ષી કાર્યક્રમો વધવા લાગ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં દર પ્રવાસમાં નવા પાસા ફેકી રહ્યા છે. ગુજરાતમાં સત્તા મેળવવા માટે સતત પ્રવાસો કરી અને જનતા સુધી પહોંચવાના પ્રયાસો કરી રહયા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ગુજરાત પ્રવાસને લઈને કેજરીવાલના પોલીસ કર્મચારીઓ સાથેની ગેરવર્તુણક એક નિવેદનની વિરુદ્ધમાં દેશના નિવૃત આઈપીએસ અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. આ પત્રમાં કુલ 30 નિવૃત IPS અધિકારીઓએ સહી કરી છે. દેશના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખાયેલા આ પત્રમાં નિવૃત પોલીસ અધિકારીઓએ અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતની એક ઘટનાનો ઉલ્લેખ કરીને કેજરીવાલનો વિરોધ કરવામાં આવ્યો છે.
નિવૃત IPS અધિકારીઓએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજાવા જય રહી છે. આ ચૂંટણી હવે ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે વર્ચસ્વની લડાઈ બની ચૂકી છે. ગુજરાતમાં નેતાઓમાં ધામ વધી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ તમામ પક્ષના નેતાઓ ગુજરાતમાં પ્રવાસ ખેડી રહ્યા છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન રિક્ષા ચાલકના ઘરે જમવા જવું સતત કહરચમાં રહ્યું હતું. ગુજરાતનો સત્તા પક્ષ હોય કે ગુજરાતનો વિપક્ષ તમામ લોકોએ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. આ મામલે પોલીસ અધિકારીઓ સાથે કેજરીવાલના વર્તનને લઈ 30 નિવૃત IPS અધિકારીઓએ કેજરીવાલ વિરુદ્ધ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે
રાજકિય સ્ટંટ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રિક્ષાચાલકના ઘરે જમવા જવા મામલે ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે દલિલો કરી હતી. પ્રોટોકોલ મુજબ સુરક્ષા ના કરવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મારે કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી જોઈતી. આ ઘટના અંગે નિવૃત IPS અધિકારીઓએ અરવિંદ કેજરીવાલના ગુજરાત પોલીસ સાથેના વર્તનને આઘાતજનક ગણાવ્યું છે. કેજરીવાલે પોલીસ અધિકારીઓ સાથે કરેલી આ ગેરવર્તુણકને નિવૃત પોલીસ અધિકારીઓએ રાજકિય સ્ટંટ ગણાવ્યો છે. અને આ મામલે રાષ્ટ્રપતિને પત્ર લખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
રાજકીય શહીદ તરીકે ચિતરવાનો ઇરાદો
અરવિંદ કેજરીવાલ વિરુદ્ધમાં નિવૃત IPS અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. તેમ કહ્યું છે કે, અપ્રિય શબ્દો અને કાર્યો દ્વારા કેજરીવાલ પોતાની જાતને રાજકીય શહીદ તરીકે ચિતરવાનો ઇરાદો ધરાવતા હતા, જો કે, તેમ કરીને તેમણે અન્યાયી રીતે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં પોલીસ દળનો તમાશો ઉભો કર્યો છે. તેથી અમે તમને નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે તમે દેશના વડા તરીકે દરમિયાનગીરી કરો અને અરવિંદે કેજરીવાલને પોલીસ સાથેની આવી ગેરવર્તુણક અને અધમ વર્તન સામે સલાહ આપો.
ADVERTISEMENT