કમોસમી વરસાદ બાબતે પાલ આંબલિયા એ મુખ્યમંત્રીને લખ્યો પત્ર કહ્યું, 48 થી 72 કલાકમાં પાક નુકસાનીનો સર્વે કરાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદને લઈ ખેડૂત માથે આકાશી આફત પડી છે. ત્યારે ખેડૂતોને લઈ પાલ આંબલીયા મેદાને આવ્યા છે. પાલ આંબલીયાએ  મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે.  પત્રમાં જણાવ્યું છે કે, કમોસમી વરસાદનું તાત્કાલિક 48-72 કલાકમાં સર્વે કરાવી ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં નક્કી કરેલ રાહત વળતર આપો.

રાજ્યમાં   માર્ચ મહિનાની શરૂઆત થી લઈ અત્યારે ઉતારાર્ધ સુધી સતત કમોસમી વરસાદ ચાલુ જ છે. અત્યારે ખેડૂતોની ખરીફ ડુંગળી, ખરીફ કપાસ, શિયાળુ જીરું, ધાણા, ચણા, ઘઉ, ઇસબગુલ, રાયડો, તમાકુ વગેરે અને બાગાયતી પાકોમાં કેરી પાકોમાં કમોસમી વરસાદે ખૂબ જ મોટું નુકસાન કર્યું છે. ત્યારે સરકારે સત્વરે ખેડૂતોના પાક ને થયેલ નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરાવવો જોઈએ. જેથી કેટલું નુકશાન છે તેનો અંદાજ આવે. અને  ખેડૂતોને કેટલી સહાય મળવાપાત્ર થશે તે અંદાજ આવે. પરંતુ આજે 20 – 20 દિવસના વાણા વીતવા છતાં સરકાર પાસે જવાબ નથી કે ગુજરાતમાં કયા વિસ્તારમાં ક્યા પાકને કેટલું નુકશાન છે.

48 થી 72 કલાકમાં પાક નુકશાની માટે સર્વે કરાવી લેવો 
પાલ આંબલીયાએ પત્રમાં લખ્યું કે દુઃખ સાથે કહેવું પડે કે રાજ્યમાં 3 માર્ચ થી 15 માર્ચ સુધી જ્યાં જ્યાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યાં પણ હજુ ક્યાંક સર્વે ચાલુ કરાયું છે. અને ક્યાંક તો હજુ સુધી કોઈ સર્વે કરવા જ નથી ગયું.  20 – 20 દિવસ કોઈ સર્વે કરવા ન જાય તો ખેડૂતો પોતાનો બગડેલો પાક સર્વે ટિમ આવે એની રાહ જોઇને બેસી ન રહે એ પોતાના બગડેલા પાકને ખેતરમાથી હટાવી દે અને જ્યારે સરકારની સર્વે ટિમ 20 દિવસ પછી ખેતરમાં પહોંચે તો ત્યાંરે તો ખેડૂતોએ ખેતરને ખેડી પણ નાખ્યું હોય છે.  ત્યારે યુદ્ધના ધોરણે 48 થી 72 કલાકમાં પાક નુકશાની માટે સર્વે કરાવી લેવો જોઈએ અને થયેલ પાક નુકશાનીનું વળતર ખેડૂતોને મોડામાં મોડું સર્વે પૂરો થયાના 72 કલાક પછી મળી જવો જોઈએ.

ADVERTISEMENT

આ પણ વાંચો: Vadodara: કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મહિલા હોસ્પિટલમાંથી પલાયન, તંત્ર દોડતું થયું

ખેડૂતને એક રૂપિયો પણ સહાય ચુકવવામાં આવી નથી
20 ઓગસ્ટ 2020 ના દિવસે પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ કરી. તેની જગ્યાએ અમલમાં આવેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પછી વર્ષ 2020-22, 2021-22 અને 2022-23 એમ ત્રણ વરસ માં 7 વખત કમોસમી વરસાદ રાજ્ય સરકારના ચોપડે નોંધાયો છે. તેની સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત એક વખત પણ એક ખેડૂતને પણ એક રૂપિયો પણ સહાય ચુકવવામાં આવી નથી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT