રાજ્યસભાના સાંસદે ખોટુ સોગંદનામુ રજૂ કર્યું? કોંગ્રેસના આરોપ પર જાણો શું આપ્યો જવાબ
રાજકોટ: છેલ્લા થોડા સમયથી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની સોશિયલ મીડિયાની પોસ્ટ સતત વિવાદમાં રહી છે. અઅ દરમિયાન રામભાઈ મોકરિયાની રૂપિયા ઉઘરાવાની પોસ્ટને લઈને કોંગ્રેસ અગ્રણી…
ADVERTISEMENT
રાજકોટ: છેલ્લા થોડા સમયથી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની સોશિયલ મીડિયાની પોસ્ટ સતત વિવાદમાં રહી છે. અઅ દરમિયાન રામભાઈ મોકરિયાની રૂપિયા ઉઘરાવાની પોસ્ટને લઈને કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે સવાલ ઉઠાવ્યા છે. મહેશ રાજપૂતે આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, રામભાઈ મોકરિયાએ સોગંદનામામાં 2008 અને 2011નો હિસાબ દર્શાવ્યો નથી. મહેશ રાજપૂતના આક્ષેપ મામલે સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ‘મારે અત્યારે કંઈ કહેવું નથી, યોગ્ય જગ્યાએ હું રજૂઆત કરીશ.’
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે રામભાઈ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રામભાઈ મોકરિયાના ઉમેદવારી ફોર્મના સોગંદનામામાં 2008, 2011નો હિસાબ દર્શાવવામાં આવ્યો નથી, રામભાઈ મોકરિયા જે રૂપિયા માંગે છે તેનો સોગંદનામામા ઉલ્લેખ નથી. ત્યારે આ મામલે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, હું આ અંગે કંઈ કહેવા માંગતો નથી, હું આ મામલે મૌનધારણ કરું છું. જો સોગંદનામું ખોટું હોય તો ફરિયાદ કરી શકે છે, આ અંગે જો મારી પાર્ટી ખુલાસો પૂછશે, તો હું પાર્ટીને જવાબ આપવા તૈયાર છું. રૂપિયાની લેતીદેતી મામલે મેં કોઈનું નામ લીધું નથી અને લેવા પણ માંગતો નથી. હું યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશ.
મહેશ રાજપૂતે લગાવ્યો આ આરોપ
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈ વિવાદ ઉઠયા હતા. ત્યારે અઅ પોસ્ટને કોંગ્રેસના આગેવાન મહેશ રાજપૂતે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે રામભાઈ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રામભાઈ મોકરિયાના ઉમેદવારી ફોર્મના સોગંદનામામાં 2008, 2011નો હિસાબ દર્શાવવામાં આવ્યો નથી, રામભાઈ મોકરિયા જે રૂપિયા માંગે છે તેનો સોગંદનામામા ઉલ્લેખ નથી. રામભાઈ મોકરિયા દિલીપ સંઘવી પાસે 2 કરોડ રૂપિયા માંગે છે. તેઓ પ્રિયજીતસિંહ બારડ, ભરતસિંહ ભટ્ટી પાસે રૂપિયા માંગે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રામ મોકરિયાને ડિસ્ક્વોલીફાય કરવા અમે કાર્યવાહી કરશું. કોંગ્રેસ આ મામલે ચૂંટણી પંચમાં રજૂઆત કરશે અને કાયદેસરની કાર્યવાહી કરશે, જ્યારે રામ ભાઈ રાજકોટના નેતા વિશે કહ્યું હતું કે તેઓ આ નેતા પાસે કરોડો રૂપિયા માંગે છે , જ્યારે આ બે નેતાઓમાં એક પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અથવા કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુ વાળા હોઈ શકે છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT