Rajasthan Politics: વસુંધરા રાજેને વધુ એક ઝટકો આપશે CM ભજનલાલ શર્મા? દિલ્હીથી આવશે ચોંકાવનારો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajasthan Politics: રાજસ્થાનમાં ભજનલાલ શર્માના મંત્રીમંડળના વિસ્તરણને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કેબિનેટ વિસ્તરણમાં ભાજપ ફરી એકવાર બધાને ચોંકાવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે વસુંધરા રાજેને ઝટકો લાગી શકે છે. કારણ કે માનવામાં આવે છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં પણ ભાજપ નવા ચહેરાઓને તક આપીને ચોંકાવી શકે છે. જાતિગત અને પ્રાદેશિક સંતુલનને સાધવા માટે પહેલીવાર ધારાસભ્ય બનેલા નેતાઓને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. જ્યારે કેટલા સિનિયર નેતાઓને પડતા મૂકવામાં આવી શકે છે.

ટૂંક સમયમાં કરાશે મંત્રીમંડળનું વિસ્તરણ

મંત્રીમંડળના વિસ્તરણમાં વસુંધરા રાજેના સમર્થકોની સંપૂર્ણ રીતે અવગણના કરવામાં આવી હોવાના સમાચાર છે. જ્યારે વસુંધરા રાજેના કટ્ટર વિરોધી ગણાતા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન લાલ મેઘવાલ અને ઓમ બિરલાના સમર્થકોને સ્થાન મળી શકે છે. એવી ચર્ચા છે કે ભજનલાલ શર્માના મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે. જેને લઈને રાજભવનમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેબિનેટનું વિસ્તરણ મંગળવાર અથવા બુધવારે થઈ શકે છે. 15થી 17 ધારાસભ્યો મંત્રી પદના શપથ લઈ શકે છે.

વસુંધરા રાજેને કમે લગાશે ઝટકો?

ભાજપે જે રીતે મુખ્યમંત્રીના પદને લઈને બધાને ચોંકાવી દીધા હતા, જે બાદ માનવામાં આવી રહ્યું છે કે મંત્રીમંડળમાં પણ ચોંકાવનારા નામો હોઈ શકે છે. ભાજપ યુવા નેતાઓને તક આપી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીના ઘણા સિનિયર નેતાઓને કેબિનેટમાં સ્થાન મળવાની શક્યતા ઘણી ઓછી છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે આ વખતે ચૂંટણી જીતી ગયા છે. ચર્ચા છે કે તેમને તક નહીં મળે. આવી સ્થિતિમાં પાર્ટી નવા ચહેરાઓને તક આપી શકે છે. સાથે જ જ્ઞાતિ અને પ્રાદેશિક સંતુલન માટે કેટલાક જૂના ચહેરાઓને ફરીથી તક આપવામાં આવી શકે છે.

ADVERTISEMENT

સિનિયર નેતાઓની થઈ શકે છે અવગણના

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે ચોંકાવનારો નિર્ણય લીધો છે અને ઘણા સિનિયર નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે કેન્દ્રીય મંત્રીઓને પણ વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપી હતી. ચર્ચા છે કે મહંત બાલકનાથને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જ્યારે કિરોડી લાલ મીણાનું પત્તુ કરાઈ શકે છે. તેમની જગ્યાએ નવા ચહેરાને તક આપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટમાં જાતિગત અને પ્રાદેશિક સમીકરણોને સાધવામાં આવશે. આ માટે દરેક લોકસભા સીટ પરથી એક ધારાસભ્યને મંત્રી બનાવી શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેબિનેટમાં યુવાનોની સાથે જૂના ચહેરાઓનું પણ સંતુલન રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT