Mission 2022 માટે Congressએ કમર કસી, Rahul Gandhi આવશે ગુજરાતના પ્રવાસે
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં દિલ્હીથી મોટા નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી રહ્યા છે. આવતીકાલે AAPના નેતા અરવિંદ કેજરીવાલ તથા મનીષ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં દિલ્હીથી મોટા નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી રહ્યા છે. આવતીકાલે AAPના નેતા અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા ગુજરાત આવી રહ્યા છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસે પણ ચૂંટણી પહેલા કમર કસી છે. માહિતી મળી રહી છે કે, આગામી અઠવાડિયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ ગુજરાતના પ્રવાસે આવશે.
અશોક ગેહલોત પણ ફરી ગુજરાત આવશે
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને આવતીકાલે કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત પણ જયપુરથી આવતીકાલે આ બેઠકમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી શકે છે.
આવતીકાલે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે
બીજી તરફ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં સભાઓ સંબોધિત કરશે. આ ઉપરાંત અહીંની શાળાઓ અને હોસ્પિટલોની દયનીય સ્થિતિ અંગે પણ મીડિયા અને નાગરિકોને માહિતગાર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા ગુજરાતમાં પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. તેઓ હાલ ભાજપને પણ કેટલાક મુદ્દાઓમાં ભારે પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
PM મોદી પણ 27-28એ ગુજરાતમાં
વડાપ્રધાન મોદી 28 ઓગસ્ટે કચ્છના મહેમાન બનશે. આ અગાઉ તેઓ અમદાવાદમાં 27 તારીખે એક કાર્યક્રમ કરશે. ત્યાર બાદ 28 તારીખે કચ્છના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટે કચ્છની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. તેઓ ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. આ સભામાં બે લાખ લોકો હાજર રહે તેવી શક્યતાઓને છે. જેના પગલે કચ્છ ભાજપ અને અન્ય સંબંધિત તંત્ર અત્યારથી કામે લાગી ચુક્યું છે. આ ઉપરાંત પીએમ મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનો ઇપ્રારંભ કરાવશે.
ADVERTISEMENT