ડૂબતી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા Rahul Gandhi આજે ગુજરાતના પ્રવાસે, જાણો આજનો કાર્યક્રમ
અમદાવાદ: ગુજરાતમાંચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે અને વાકયુદ્ધ છેડાઈ ચૂક્યું છે. ભાજપ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાંચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે અને વાકયુદ્ધ છેડાઈ ચૂક્યું છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસન નેતાઑ પણ ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે. તેવામાં રાહુલ ગાંધી પણ આજે ગુજરાતના પ્રવાસે આવે રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે આવશે.
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. ભાજપ સત્તા ટકાવી રાખવા મેદાને ઉતર્યું છે ત્યારે કોંગ્રેસ અસ્તિત્વ ટકાવી રાખવા મેદાને છે અને આમ આદમી પાર્ટી પોતાનું અસ્તિત્વ બનાવવા ચુંટણી જંગમાં ઉતરી ચૂકી છે. ત્યારે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાત દરમિયાન તે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બુથ સ્તરના કાર્યકર્તાઓને સંબોધન કરશે અને આગમી ચૂંટણીને લઈ રણનીતિ ઘડશે.
સંમેલનને સંબોધશે
રાહુલ ગાંધી આજે સવારે 10.45 આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપશે અને બુથના યોદ્ધા સંમેલનને સંબોધશે.
ADVERTISEMENT
સ્ક્રિનિંગ કમિટીની બેઠક
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા શરૂ કરી રહ્યા છે ત્યારે આ યાત્રા પહેલા તે સાબરમતી આશ્રમમાં બપોરના 2 કલાકે પ્રાથના સભામાં જોડાશે અને ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજશે. જેમાં ઉમેદવારની પસંદગીની પ્રક્રિયાને લઈને ચર્ચા કરશે. આ ઉપરાંત ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપવામાં આવશે. ગુજરાતમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા 15 સ્પટેમ્બર સુધીમાં કાંગ્રેસ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે.
ADVERTISEMENT