કોંગ્રેસની સરકાર બને તો રૂ.500માં સિલિન્ડર, 10 લાખને રોજગારી, Rahul Gandhiએ આપ્યા 8 વચનો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ દિલ્હીના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસના નેતાઓ પણ ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે. તેવામાં આજે રાહુલ ગાંધી પણ અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર અશોક ગહેલોત, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તથા ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓએ સૂતરની આંટી પહેરાવીને એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. રિવરફ્રન્ટ ખાતે રાહુલ ગાંધી પરિવર્તન સંકલ્પ સંમેલનમાં 52000 કાર્યકરોનો સંબોધી રહ્યા છે.

રાહુલ ગાંધીની મોટી જાહેરાત

  • પ્રત્યેક ગુજરાતીને 10 લાખ સુધીની મફત સારવાર અને દવાઓ.
  • કોરોનામાં ગુજરાતમાં થયેલા મૃતકોના પરિવારોને 4 લાખનું વળતર આપીશું
  • ખેડૂતોનું વીજળુંનું બીલ માફ કરીશું અને વીજળીના 300 યુનિટ ફ્રી આપીશું.
  • રાજ્યમાં નવી 3000 ઈંગ્લિશ મીડિયમની સ્કૂલ ખોલી, છોકરીઓને મફત શિક્ષણ
  • ગુજરાતના દૂધ ઉત્પાદકોને 5 રૂપિયાની સબસિડી આપીશું
  • ગેસ સિલિન્ડર આજે 1000નો છે તેને 500 રૂપિયામાં આપીશું.
  • 10 લાખ યુવાનોને અમે રોજગારી આપીશું અને બેરોજગારોને રૂ.3000 ભથ્થું.
  • છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારોની તપાસ કરી દોષિતોનું જેલમાં મોકલીશું.

તેમણે કહ્યું, આખા ગુજરાતમાંથી અહીં આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા છે. મતલબ ગુજરાતના દરેક ગામ અને ખૂણાથી હજારો બબ્બર શેર અહીં આવ્યા છે અને આ જે બબ્બર શેર છે તે એક વિચારધારા માટે લડે છે. આ સામાન્ય બબ્બર નથી જે કોઈપણ વસ્તુ માટે લડે. આ વિચારધારાની લડાઈ લડે છે. હું જાણું છું કે અહીં ગુજરાતમાં 25 વર્ષથી તમે શું સહન કરી રહ્યા છો. હું સમજું છું તમારી લડાઈ એક રાજનૈતિક પાર્ટી સાથે નથી આ લડાઈ કોંગ્રેસ અને ભાજપ વિરુદ્ધ નથી. સૌથી પહેલા તમારે સમજવું પડશે કે તમે કઈ વસ્તુ સામે લડી રહ્યા છો કોની સામે લડી રહ્યા છો.

ADVERTISEMENT

‘સરદારજીની મૂર્તિ બનાવે છે અને તેમના જ મૂલ્યોનો વિરોધ કરે છે’
સરદાર પટેલજીની ભાજપે મૂર્તિ બનાવી. સરદાર પટેલજીની સૌથી મોટી મૂર્તિ ભાજપે બનાવી. સરદાર પટેલજી હતા શું. તેમણે પોતાની જિંદગી કેવા લોકો માટે આપી. તેઓ કોની સામે લડ્યા અને શા માટે લડ્યા? તેઓ ગુજરાત અને ભારતના ખેડૂતનો અવાજ હતા. તમે સરદાર પટેલને વાંચશો, તેમના ભાષણ સાંભળશો તો તેમણે ખેડૂતો વિરુદ્ધ એક શબ્દ નથી કહ્યો. તેમણે ગુજરાતના ઈન્સ્ટીટ્યૂટ, લોકતંત્રની સંસ્થાઓને ઊભી કરી. તેમના વગર અમૂલ ન હોત. તો ભાજપ એક તરફ સરદારજીની મૂર્તિ બનાવે છે, બીજી બાજુ સરદારજીના મૂલ્યોનો વિરોધ કરે છે.

ADVERTISEMENT

સરદાર પટેલે બનાવેલી સંસ્થાઓ ભાજપે કન્ટ્રોલ કરી લીધી
ગુજરાતમાં સરદાર પટેલે બનાવેલી સંસ્થાઓ ભાજપે કન્ટ્રોલ કરી લીધી છે. ગુજરાતમાં સરદાર પટેલે જે સંસ્થાઓ બનાવી પોલીસ હોય, મીડિયા હોય, ન્યાયતંત્ર હોય વિધાનસભા હોય, તે બધાને ભાજપે કન્ટ્રોલ કરી લીધી છે. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે અને બધા ડ્રગ્સ આ જ મુદ્રા પોર્ટ પરથી નીકળી રહ્યા છે તમારી સરકાર કોઈ કાર્યવાહી નથી કરી રહી. વીજળીના દર ગુજરાતમાં ભારતમાં સૌથી વધારે છે. બે-ત્રણ કંપનીઓ છે. ખાલી તે જ ઉદ્યોગપતિઓના ખિસ્સામાં પૈસા જાય છે. તમે આ વર્ષોથી જોઈ રહ્યા છો.

ADVERTISEMENT

જીગ્નેશ મેવાણીએ ઉઠાવ્યો બિલ્કિસના ગુનેગારોને છોડવાનો મુદ્દો
જીગ્નેશ મેવાણીએ ઉઠાવ્યો બિલ્કિસના ગુનેગારોને છોડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતની દીકરી અને ભારત માતાનું સંતાન બિલ્કિસ બાનો પર સામુહીક બળાત્કાર થયો. તેની સામે 7ના ખૂન કરાયા. આ તમામ બળાત્કારીઓ, હત્યારાઓને જેલમાંથી છોડી મૂક્યા. પછી તેમને મિઠાઈ ખવડાવી, હારતોરા કર્યા અને ઢોલ વગાડ્યા અને પછી કહ્યું તેમને સંસ્કાર સારા હતા એટલે છોડી મૂક્યા. આ ગુજરાતના સંસ્કાર હોઈ શકે નહીં. જ્યાં સુધી આ બળાત્કારીઓને જેલમાં મોકલવામાં નહીં આવે ત્યાં સુધી રસ્તા પર ઉતરતા અમને કોઈ રોકી શકશે નહીં.

સાબરમતિ આશ્રમમાં પ્રાર્થના સભામાં જોડાયા રાહુલ ગાંધી
અમદાવાદ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધીએ સાબરમતિ આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ પ્રાર્થના સભામાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે ‘રધુપતિ રાઘવ રાજા રામ…’ ભજન સાંભળ્યું હતું. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હતા.

 

    follow whatsapp

    ADVERTISEMENT