રાહુલ ગાંધીએ સાંસદની સભ્યતા ગુમાવ્યા બાદ ટ્વિટરનો બાયો બદલ્યો, જાણો શું લખ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: સંસદની સદસ્યતા ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર બાયોમાં ‘અયોગ્ય સાંસદ’નો   ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીને તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર માનહાનિના દોષી ઠેરવવામાં આવ્યા બાદ સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ પછી રાહુલે આજે પોતાના બાયોમાં અયોગ્ય સાંસદ લખ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાંસદ સભ્ય પદ ગુમાવ્યા બાદ પોતાના ટ્વિટર બાયોમાં ફેરફાર કર્યા છે. હવે રાહુલે પોતાના બાયોમાં ‘ડિસ્ક્વોલિફાઈડ એમપી’નો ખાસ ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર માનહાનિ કેસમાં દોષીત જાહેર કર્યા બાદ સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ પછી રાહુલે આજે પોતાના બાયોમાં અયોગ્ય સાંસદ લખ્યું છે.

પાર્ટીના કાર્યકરો દેશભરમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ મુદ્દે માત્ર દિલ્હીમાં જ નહીં, કોંગ્રેસ તમામ જિલ્લા મુખ્યાલયોમાં એક દિવસીય સત્યાગ્રહ કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવ્યા બાદ શુક્રવારે સ્પીકર ઓમ બિરલાએ તેમનું સંસદ સભ્યપદ રદ કરી દીધું હતું. તેને સુરત સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેની સાથે કોર્ટે રાહુલની જેલની સજાને એક મહિના માટે સ્થગિત કરી હતી. જોકે, તેમની પાસે હજુ પણ ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: રાહુલ અયોગ્યતા મામલોઃ આજે રાજઘાટ પર કોંગ્રેસનો સત્યાગ્રહ, ખડગે-પ્રિયંકાએ લીધી જવાબદારી, અમદાવાદમાં ધરણાં પ્રદર્શન

રાહુલે પ્રેસ કોન્ફરન્સ કરી
રાહુલ ગાંધીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. આ દરમિયાન રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે પણ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. માફી માંગીને આ મુદ્દો ઉકેલવા અંગે રાહુલે કહ્યું કે, મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે. ગાંધી કોઈની માફી માગતા નથી. ‘PM મારા આગામી ભાષણથી ડરી ગયા છે’ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગલા દિવસે કહ્યું હતું કે, ‘મેં ઘણી વખત કહ્યું છે કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. રોજેરોજ આપણને આના નવા દાખલા મળી રહ્યા છે, મેં સંસદમાં પુરાવા આપ્યા, અદાણી અને પીએમ મોદી વચ્ચેના સંબંધો વિશે વાત કરી. નિયમોમાં ફેરફાર કરીને અદાણીને એરપોર્ટ આપવામાં આવ્યું, મેં સંસદમાં આ અંગે વાત કરી હતી. વડાપ્રધાન મારા આગામી ભાષણથી ડરી ગયા હતા, તેથી મને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે.

ADVERTISEMENT

શું છે સમગ્ર મામલો 
વર્ષ 2019માં કર્ણાટકમાં એક જાહેર સભા દરમિયાન રાહુલ ગાંધીએ અટકને લઈને નિવેદન આપ્યું હતું. ‘મોદી’. તેમણે કહ્યું હતું- બધા ચોરની અટક મોદી કેમ છે? આ નિવેદન બદલ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટમાં કેસની સુનાવણી થઈ અને કોર્ટે રાહુલને દોષિત માનીને બે વર્ષની સજા ફટકારી. આ પછી, નિયમો અનુસાર, લોકસભા સચિવાલયે કાર્યવાહી કરી. લોકસભા સચિવાલયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરી દીધી છે. તેઓ કેરળના વાયનાડથી લોકસભાના સાંસદ હતા. રાહુલનું નામ લોકસભાની વેબસાઈટ પરથી પણ હટાવી દેવામાં આવ્યું છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT