રાહુલ ગાંધી હવે 2024ની ચૂંટણી લડી નહીં શકે? જાણો રાહુલ ગાંધી પાસે હવે શું વિકલ્પ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મોદીની અટકને લઈને થયેલા માનહાનિના કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સજા પર સ્ટે માંગવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીનો 2024ની લોકસભા ચૂંટણી લડવાનો રસ્તો પણ મુશ્કેલ બની ગયો છે.

શું ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધી 2024ની લોકસભાની ચૂંટણી લડી શકશે? ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધી માટે 2024ની ચૂંટણી લડવાનો માર્ગ વધુ મુશ્કેલ બની ગયો છે. હાઈકોર્ટના નિર્ણય બાદ રાહુલ પાસે હજુ પણ સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો છે. જો સુપ્રીમ કોર્ટ મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવાના નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકે તો. ત્યારબાદ તે 2024ની ચૂંટણી લડી શકે છે.

ગુજરાત હાઈકોર્ટે તેના ચુકાદામાં નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી બે વર્ષની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. રાજકીય દૃષ્ટિકોણથી રાહુલ માટે પણ આ મોટો ફટકો છે. જો ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો હોત તો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ માટે 2024ની ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો હોત. કોંગ્રેસ રાહુલની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની માંગ માટે નવી લડાઈ શરૂ કરી શકી હોત, પરંતુ એવું થયું નહીં.

ADVERTISEMENT

આગળનો રસ્તો શું છે
ગુજરાત હાઈકોર્ટે સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ હવે રાહુલ ગાંધી પાસે ડિવિઝન બેન્ચમાં અપીલ કરવાનો વિકલ્પ છે. રાહુલ ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચના નિર્ણયને ડિવિઝન બેંચમાં પડકારી શકે છે. રાહુલ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ પણ છે.

    follow whatsapp

    ADVERTISEMENT