ગુજરાતમાંથી વારંવાર ડ્રગ્સ પકડાતા Rahul Gandhiનો PM પર પ્રહાર, કહ્યું- પોર્ટ માલિકની પૂછપરછ કેમ નહીં?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડો જ સમય બાકી છે. આ વચ્ચે રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવામાં એકબીજા પર આક્ષેપો કરી રહી છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાતમાં ડ્રગ્સને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર જોરદાર હુમલો કર્યો છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. જેને લઈને કોંગ્રેસ સતત ભાજપ અને પીએમ મોદી પર હુમલો કરી રહી છે. એવામાં રાહુલ ગાંધીએ એક બાદ એક ટ્વીટ કરીને પીએમને સવાલ પૂછ્યા અને કહ્યું કે પ્રધાનમંત્રી જી ક્યાં સુધી મૌન રહેશે, જવાબ તો આપવો જ પડશે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પૂછ્યું, ગુજરાતમાં ઈઝ ઓફ ડૂઈંગ ડ્રગ બિઝનેસ છે? આ સાથે જ તેમણે પીએમ મોદીને ચાર સવાલ પૂછ્યા

ADVERTISEMENT

1. ગુજરાતમાં 1 હજાર કરોડનું ડ્રગ્સ કેવી રીતે પહોંચી રહ્યું છે, ગાંધી-પટેલની પાવન ભૂમિ પર આ ઝેર કોણ ફેલાવી રહ્યું છે?
2. વારંવાર ડ્રગ્સ પકડાવા છતાં, પોર્ટના માલિકની હજુ સુધી કોઈ પૂછપરછ શા માટે નથી કરાઈ?
3. ગુજરાતમાં ડ્રગ કાર્ટેલ ચલાવી રહેલા ‘Narcos’ને NCB અને અન્ય સરકારી એજન્સીઓ હજુ સુધી કેમ નથી પકડી શકી?
4. કેન્દ્ર અને ગુજરાતની સરકારમાં બેઠેલા તે લોકો કોણ છે જે માફિયા ‘મિત્રો’ને સંરક્ષણ આપી રહ્યા છે?

તાજેતરમાં ગુજરાતમાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
થોડા દિવસ પહેલા જ મુંબઈની એન્ટી નાર્કોટિક્સ સેલે ગુજરાતના ભરુચમાંથી 513 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તર પર લગભગ 1026 કરોડ રૂપિયા બતાવાઈ હતી. આ દરમિયાન ડ્રગ્સની તસ્કરીમાં સામેલ આરોપીઓને પણ પકડવામાં આવ્યા હતા. જ્યારે સાવલીમાં કેમિકલ ફેક્ટરીની આડમાં ચાલતા ડ્રગ્સ રેકેડનો પર્દાફાશ થયો હતો. એવામાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને ટ્વીટ કરીને સવાલ પૂછ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT