UP કોંગ્રેસ અધ્યક્ષનો મોટો દાવો, અમેઠીથી ચૂંટણી લડી શકે છે રાહુલ ગાંધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. રાયે કહ્યું છે કે રાહુલ ગાંધી આગામી ચૂંટણી અમેઠીથી લડશે. ત્યાં જ પ્રિયંકા ગાંધીને લઈને અજય રાયે કહ્યું કે તે જ્યાંથી લડવા ચાહે ત્યાંથી કોંગ્રેસ કાર્યકર્તા પોતાનો જીવ લગાવી દેશે.

સુરતના ચકચારી બેંક લૂંટ કેસમાં 4ની ધરપકડ, પિસ્તોલ અને 2 લાખ જપ્ત

પ્રિયંકા ગાંધી અંગે પણ કરી આ વાત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2024માં લોકસભાની ચૂંટણીમાં નામાંકન કરશે. આ નામાંકન તેઓ અમેઠીથી કરશે તેવો દાવો ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે કર્યો છે. અજય રાયે આજતક સાથેની ખાસ વાતચિતમાં કહ્યું છે કે, જનતા ચાહે છે કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડે. ત્યાં જ પ્રિયંકા ગાંધીને લઈને પણ તેમણે પોતાનું મંતવ્ય મુક્યું હતું. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી જ્યાંથી પણ ચૂંટણી લડશે ત્યાં તેમનું સમર્થન કરવા માગશે. રાહુલ ગાંધી બિલકુલ અમેઠીથી ચૂંટણી લડશે. પ્રિયંકા ગાંધીની ઈચ્છા બનારસ હશે તો પણ અમે તેમને સમર્થન કરીશું. આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી કાશીની બેઠક પરથી જીત્યા છે. આ તરફ રાહુલ ગાંધી અમેઠીથી હાર્યા હતા છતા અમેઠીથી લડશે તેવી વાત તેમણે કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT