ભાજપમાં જોડાવા અંગે કોંગ્રેસના MLA પુંજા વંશે કર્યો મોટો ખુલાસો

ADVERTISEMENT

punja vansh
punja vansh
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન કોંગ્રેસ ભજપ અપર અનેક વખત ધારાસભ્યો ખરીદવાના આરોપ લગાવી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસના ઉના વિધાનસભાના ધારાસભ્ય પુંજા વંશે રાજકોટમાં ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, હું જેલમાં જવા તૈયાર છું પણ ભાજપમાં નહીં જોડાવ.

ઉના વિધાનસભા બેઠકના ધારાસભ્ય પુંજા વંશે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, પ્રધાનમંત્રી અને ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું સૂત્ર આપ્યું હતું. કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવાના શામ, દામ, દંડ અને ભેદ તમામ પ્રયાસો કરી લીધા. તેમ છતાં કોંગ્રેસની કામગીરીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ જાગી ચુકી છે અને ઘરે ઘરે કોંગ્રેસના કાર્યકરો કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. મને પણ ફાયરિંગમાં ફિટ કરવાનો કરશો રચવામાં આવ્યો હતો. હું જેલમાં જવા તૈયાર ભાજપમાં જવાનો નથી.

ફાયરિંગ કેસમાં ફસાવવાના પ્રયાસો
લોકોની સમસ્યા દૂર કરવા નિષ્ફળ ગયા છે. પોતાના દમ પર જીતી શકે તેમ નથી તેટલા માટે કોંગ્રેસના ધારાયસભ્યને એનકેન પ્રકારે દબાણ પ્રેસર કે એક યા બીજી રીતે પોતાના પક્ષમાં લઈ જવાના પ્રયત્નો કરે છે. જે લોકો ગયા છે અને જેને જવું છે તે આવતી કાલે પણ જશે. જે લોકો પક્ષ સાથે ગદ્દારી  કરી ગયા છે તેનું ભવિષ્ય લાંબુ રહ્યું નથી. કોંગ્રેસના તામામ ધારાસભ્યને ઓફર કરવામાં આવી છે. 1 વર્ષ પહેલા ઊનામાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. મને પણ ફાયરિંગમાં જોઇન્ટ કરવા માટે સત્તાધારી પક્ષ દ્વારા તમામ રીતે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. મારી કોઈ  શામેલગિરી હતી નહીં પરંતુ મને પોલીસ દ્વારા નોટિસ મોકલાવમાં આવી હતી અને સીટની રચના કરવામાં આવી હતી મણે 3 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં 10 -10 કલાક સુધી બેસાડી દેવામાં આવ્યો હતો. ભાજપ મને જેલમાં મોકલવાની તૈયારી કરતી હોય તો હું જેલમાં જવા તૈયાર છું પરંતુ ભાજપમાં જવાનો નથી. મને પણ મજાક મજાક કે અન્ય રીતે ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT