કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોઢવાડિયા અચાનક પહોંચ્યા દિલ્હી દરબારમાં, ગુજરાતના મંત્રીમંડળમાં મળશે સ્થાન?
Gujarat Politics News: ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચા વચ્ચે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એક દિગ્ગજ નેતાના દિલ્હી પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે.
ADVERTISEMENT
Gujarat Politics News: ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચા વચ્ચે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એક દિગ્ગજ નેતાના દિલ્હી પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. વાસ્તવમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ બાદ હવે થોડા મહિનાઓ અગાઉ જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાએ દિલ્હીમાં અમિત શાહ અને સી.આર પાટીલ સાથે મુલાકાત કરતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
થોડા સમય અગાઉ જ ભાજપમાં જોડાયા
ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં અનેક હોદ્દાઓ પર રહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા લોકસભાની ચૂંટણી અગાઉ અચાનક પાર્ટી સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જે બાદ તેઓ ભાજપની ટિકિટ પર પોરબંદર બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
ADVERTISEMENT
મોઢવાડિયાએ પહોંચ્યા દિલ્હી દરબારમાં
હવે જ્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ અચાનક દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર પાટીલ સાથે મુલાકાત કરતા અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
રાઘવજી પટેલ પહોંચ્યા હતા દિલ્હી
છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. જોકે, આ ચર્ચાની વચ્ચે ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ પહેલા રાજ્યના કૃષિ મંત્રી કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં તેઓએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. એવામાં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થાય છે કે નહીં અને જો થાય છે તો કોનો-કોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે તે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT