ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને કેમ ટિકિટ આપી? રાજકીય પક્ષોએ મતદારો સામે ખુલાસો કરવો પડશે
ગાંધીનગર: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં (Assembly Elections) જો કોઈ રાજકીય પક્ષ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપશે તો તેમણે જણાવવું પડશે કે શા માટે આ…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં (Assembly Elections) જો કોઈ રાજકીય પક્ષ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપશે તો તેમણે જણાવવું પડશે કે શા માટે આ જ ઉમેદવારની પસંદગી કરવામાં આવી? તેમની પાસે અન્ય કયા ઉમેદવારો વિકલ્પ રૂપે હતા. આટલું જ નહીં ઉમેદવારના ગુનાહિત રેકોર્ડની સોશિયલ મીડિયા અને પ્રિન્ય મીડિયામાં ત્રણ વખત જાહેરાત પણ કરવી પડશે.
મતદારોને મળશે ઉમેદવારના ગુનાહિત ઈતિહાસની જાણકારી
ગઈકાલે ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, જો કોઈ ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય તો તેની માહિતી મતદારોને મળે તે અમારી ફરજ છે. આથી અમે નક્કી કર્યું છે કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા દરેક ઉમેદવારોના કેસની માહિતી સમાચાર પત્રોમાં પબ્લિશ થાય. ઉપરાંત એફિડેવિટ પણ કરવાનું રહેશે. આ માટે અમે KYC એપ પણ બનાવી છે. આ એપમાં તમે એફિડેવિટ, મિલકત અને ગુનાહિત ઈતિહાસ સહિતની તમામ વિગતો જોઈ શકશો.
રાજકીય પાર્ટીએ 3 વખત જાહેરાત આપવી પડશે
તેમણે વધુમાં ઉમેર્યું કે, જો કોઈ રાજકીય પાર્ટી ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપે છે તો પાર્ટીએ પણ ત્રણ વખત ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ વિશે અને તેમને શા માટે પસંદ કરવામાં આવ્યા તેની જાહેરાત આપવી પડશે.
ADVERTISEMENT
ભાજપે ચૂંટણી પંચને કરી આ રજૂઆતો
- કામદારોને મતદાનમાં છૂટછાટ મળે એવી સૂચના કરી
- પાર્ટી જ સ્ટાર પ્રચારકોનો ખર્ચ ઉઠાવે એવું સૂચન કર્યું
- મતદાન કેન્દ્રને 200 મીટરના જગ્યાએ 100 મીટર રાખવા માટે સૂચન કર્યું
- વળી લગ્ન-તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી ચૂંટણીની તારીખો જાહેર કરવા સૂચના કરાઈ
- મતદાનનો સમય વધારવા માટે ટકોર કરાઈ
- મતદાનમાં છૂટછાટ માટે કામદારોને સહાય થાય એની રજૂઆત કરાઈ
ADVERTISEMENT