સોમનાથ બેઠકનું અલગ જ છે રાજકીય ગણિત, જાણો શું છે આ સીટનું સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક, વડોદરા: ચૂંટણી આવે ત્યારે નેતાઓને લોકોને મનાવવા મંદિર-મસ્જિદ યાદ આવે છે. જ્યાં માથું નમાવવાથી ચૂંટણી જીતવાના દ્વાર ખુલે છે ત્યાં સોમનાથ મંદિર ક્યાં છે, તે આજે જાણી જશે કે સોમનાથ વિધાનસભા વિસ્તારમાં આ વખતે ચૂંટણીનો માહોલ કેવો છે. સોમનાથ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.

શું છે મતદારોનું સમીકરણ
2013માં જૂનાગઢ જિલ્લો ગીર-સોમનાથ જિલ્લો તરીકે વિભાજિત કરવામાં આવ્યો હતો. જિલ્લામાં સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉનાની અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોનો સમાવેશ થાય છે. સૌની નજર ખાસ કરીને સોમનાથ વિધાનસભા બેઠક પર છે. સોમનાથ બેઠક પર 2.37 લાખથી વધુ મતદારો છે. અહીં કોળી, મુસ્લિમ, ખારવા, કારડિયા, આહીર સમાજના મતદારોની સંખ્યા વધુ છે. 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, કુલ 322,492 વસ્તીમાંથી 42.39 ટકા ગ્રામીણ અને 57.61 ટકા શહેરી છે. કુલ વસ્તીમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) નો ગુણોત્તર અનુક્રમે 8.31 અને 1.8 છે.

શું છે રાજકીય સમીકરણ:
છેલ્લા બે ટર્મથી અહીં કોંગ્રેસના ઉમેદવારો જીતી રહ્યા છે. 1975 થી 2007 સુધી મતદારોએ આ બેઠક પર એક ઉમેદવાર સિવાય અન્ય કોઈ ઉમેદવારને રિપીટ કર્યા ન હતા.  જ્યારે ઉમેદવારનું પુનરાવર્તન થયું ત્યારે તે ઉમેદવારના પક્ષો પણ જુદા હતા. ચૂંટણી નજીક આવતાં આમ આદમી પાર્ટીએ પણ આ બેઠક પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. સોમનાથના મોટા રાજકીય અને સામાજિક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપ પણ આ વખતે આ બેઠક જીતવા માટે મહેનત કરી રહી છે.

ADVERTISEMENT

મતદારો નો મિજાજ
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી સોમનાથ જિલ્લામાં 4 વિધાનસભાની બેઠકો આવેલી છે.  આ ચાર બેઠકનું નેતૃત્વ કોંગ્રેસ કરી રહી છે. ભાજપ પાસે એક પણ બેઠક નથી. સોમનાથ  વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2012 બાદ 90 બેઠક ક્રમાંકથી આ સીટ ઓળખાય છે. આ બેઠક પર 13 વખત ચૂંટણી યોજાઈ છે. એક પણ વખત પેટાચૂંટણી યોજાઈ નથી. કોંગ્રેસ આ બેઠક પર 8 વખત  ચૂંટણી જીતી છે.  જયારે  સોમનાથની જનતાએ ભાજપને ફક્ત 2 વખત નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે.  આ ઉપરાંત સ્વતંત્ર પક્ષ, જનતા પાર્ટી અને જનતા દળ એક-એક વખત ચૂંટણી જીત્યા છે.

2017નું સમીકરણ
2017માં આ બેઠક પર  કુલ 75.27% મતદાન થયું હતું. ભાજપે આ બેઠક માટે જશાભાઈ બારડને મેદાને ઉતાર્યા હતા અને કોંગ્રેસે વિમલ ચુડાસમાને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 41.75% એટલેકે 74464 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારને 53.21% એટલેકે 94914 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાએ બાજી મારી હતી.

ADVERTISEMENT

મતદારો
સોમનાથ બેઠક પર કુલ 2,62,942 મતદારો છે. જેમાંથી 1,33,477 પુરુષ મતદારો છે જયારે 1,29,462 સ્ત્રી મતદારો છે અને અન્ય 3 મતદાર છે. સોમનાથ બેઠકનું મતદાન પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ થયું હતું. આ ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે થશે.  આ વિધાનસભામાં  વેરાવળ તાલુકાના મતદારોનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

આ કારણે બેઠક છે ચર્ચામાં
વર્ષ 2017માં ગુજરાતમાં ભાજપ તરફ વાતાવરણ ન હતું આ ઉપરાંત આ બેઠક પર ભાજપને પૂરતી સફળતા મળી નથી. કોંગ્રેસ પક્ષ માટે આ બેઠક જીતવી સરળ છે. પરંતુ આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીના મેદાને આવી છે  તો કોંગ્રેસને નુકશાન થઈ શકે છે. ગુજરાતમાં જ્યારે પણ ત્રીજો મોરચો સક્રિય થયો છે ત્યારે ત્યારે કોંગ્રેસને નુકશાન ભોગવવું પડ્યું છે. જોવાનું એ રહ્યું કે કોંગ્રેસનો આ સોમનાથ ગઢ ત્રિપાંખિયા જંગમાં સુરક્ષિત રહેશે કે અન્ય પક્ષ આ બેઠકનું નેતૃત્વ કરશે.

આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે? 

  • 1962- કોંગ્રેસના ઉમેદવાર રમણલાલ શાહ વિજેતા થયા
  • 1967-સ્વતંત્ર પક્ષના ઉમેદવાર કે.બી.ડોડીયા વિજેતા થયા.
  • 1972- કોંગ્રેસના ઉમેદવાર કેસર ડોડીયા  વિજેતા થયા.
  • 1975- કોંગ્રેસના ઉમેદવાર શેખ અવશબેગમ વિજેતા થયા.
  • 1980-જનતા પાર્ટીના  ઉમેદવાર જશાભાઇ બારડ વિજેતા થયા.
  • 1985- કોંગ્રેસના ઉમેદવાર એમ.એફ. બ્લોચ વિજેતા થયા.
  • 1990- જનતા દળના ઉમેદવાર જશાભાઇ બારડ વિજેતા થયા.
  • 1995- કોંગ્રેસના ઉમેદવાર જશાભાઇ બારડ વિજેતા થયા.
  • 1998- ભાજપના ઉમેદવાર ચુનીલાલ ગોહેલ વિજેતા થયા.
  • 2002- કોંગ્રસના  ઉમેદવાર જશાભાઇ બારડ વિજેતા થયા.
  • 2007- ભાજપના ઉમેદવાર જોતવા રાજસીભાઈ વિજેતા થયા.
  • 2012- કોંગ્રેસના ઉમેદવાર જશાભાઇ બારડ વિજેતા થયા.
  • 2017-  કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા વિજેતા થયા

    follow whatsapp

    ADVERTISEMENT