જાફરાબાદ-રાજુલાના દિગ્ગજ નેતા કરણભાઈ બારૈયાનું નિધન, રાજકીય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

ADVERTISEMENT

કરણભાઈ બારૈયાનું નિધન
Karanbhai Bariya passes away
social share
google news

Karanbhai Bariya Passes Away: કોળી સમાજના આગેવાન અને જાફરાબાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કરણભાઈ બારૈયા (પટેલ)નું નિધન થયું છે. ટુંકી માંદગી અને બીમારીના કારણે તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. રાજુલાની કોર્ટમાં તેમનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. તેઓ કોળી સમાજના અડિખમ નેતા હતા. તેમના નિધનથી સમગ્ર પંથકમાં કોળી સમાજમાં દુઃખની લાગણી પ્રસરી છે. જાફરાબાદમાં તેઓ રહેતા હતા. કરણભાઈ બારૈયાનું રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં ખુબ જ પ્રભુત્વ હતું. જણાવી દઈએ કે, તેઓ એક સમયે ભાજપ પાર્ટી સાથે જોડાયેલા હતા, જોકે ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજુલા-ખાંભા-જાફરાબાદ 98 વિધાનસભા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા.

રાજકીય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

કરણભાઈ બારૈયાના નિધન પર રાજકીય આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી છે.  પૂર્વ સાંસદ નારણ કાછડિયા, ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે.

હિરાભાઈ સોલંકીએ આપી શ્રદ્ધાંજલિ 

ADVERTISEMENT

પૂર્વ ધારાસભ્ય અંબરિશ ડેરે આપી શ્રદ્ધાંજલિ

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT