જામનગરમાં CM સામે કેરોસીન છાંટનારા કોંગ્રેસના નેતા પર પોલીસની હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ
જામનગર: રાજ્યમાં લમ્પી વાયરસની કહેર વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે સમીક્ષા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કેરોસીન છાંટીને આત્મ વિલોપનનો પ્રયાસ કરનારા શહેર…
ADVERTISEMENT
જામનગર: રાજ્યમાં લમ્પી વાયરસની કહેર વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે સમીક્ષા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કેરોસીન છાંટીને આત્મ વિલોપનનો પ્રયાસ કરનારા શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાની મુશ્કેલીઓ ઘટવાને બદલે હવે વધી ગઈ છે. દિગુભા જાડેજા વિરુદ્ધ હત્યાના પ્રયાસ સંબંધિત ફરિયાદ નોંધાઈ છે. આ દરમિયાન દિગુભા જાડેજાની સાથે રહેલા કોંગ્રેસના અન્ય કાર્યકર સામે ગુનો નોંધાયો છે.
કોંગ્રેસના બે નેતા સામે ફરિયાદ
જામનગરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના પ્રમુખે શરીર પર કેરોસીન છાંટી સળગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમની સામે પોલીસ જવાનો પર કાર ચડાવી હત્યા નિપજાવવાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ છે. તેમની સાથે રહેલા કોંગ્રેસના કાર્યકર પાર્થ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. દિગુભાએ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જ આત્મદાહનો પ્રયાસ કરતા પોલીસે તેમને આંતરી લઈ અટકાયત કરી હતી. હાલ શહેર કોંગ્રેસ પ્રમુખ પોલીસની અટકાયતમાં છે. આ ઘટના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
કલેક્ટર કચેરીમાં ઉપર CM હતા અને નીચે બની ઘટના
કલેક્ટર કચેરીનાં બીજા માળે બેઠક ચાલી રહી હતી. દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પોતાની ગાડી લઇને આવ્યા હતા. કોંગ્રેસનાં મહામંત્રી અને કાર્યકર્તાઓ સહિત અન્ય પદાધિકારીઓ પણ હાજર હતા. પ્રમુખે ગાડીમાંથી કેરોસીનનું ડબલું કાઢીને પોતાના શરીરે છાંટવાનું શરૂ કર્યું હતું. જો કે કોઇ કાંઇ સમજે તે પહેલા જ પોલીસ જવાનોએ તેને અટકાવ્યા હતા અને તેમની અટકાયત કરી હતી.
ADVERTISEMENT
જામનગર લમ્પીથી સૌથી વધારે પ્રભાવિત જિલ્લાઓ પૈકી એક
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર લમ્પીના સૌથી વધારે પ્રભાવિત જિલ્લાઓ પૈકીનો એક છે. 1.38 લાખથી વધારે પશુમાં આ વાયરલ ફેલાઇ ચુક્યો છે. જામનગરમાં 11 હજારથી વધારે પશુઓને રસી અપાઇ ચુકી છે. વાયરસ લાગ્યો હોય તેવા 5405 પશુઓની હાલ સારવાર ચાલી રહી છે. ઉપરાંત 106 પશુના મોત થઇ ચુક્યાં છે.
(વિથ ઇનપુટ: દર્શન ઠક્કર)
ADVERTISEMENT
ADVERTISEMENT