‘ત્યારે લોકો મારી મજાક ઉડાવતા પણ…’ રાજકોટમાં નરેન્દ્ર મોદી ગર્જ્યાઃ વિવિધ કામોનું કર્યું લોકાર્પણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. તેઓ અહીં વિવિધ પ્રોજેક્ટ્સને લઈને આવ્યા છે. શિલાન્યાસ, લોકાર્પણ સહિત કરોડોના કાર્યો આજે લોકો માટે ખુલ્લા મુકાશે. તેઓ રાજકોટ ખાતે હાલમાં જ હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કરી ચુક્યા છે. દરમિયાનમાં તે વિવિધ કાર્યોના લોકાર્પણ કરતા લોકોને સંબોધિત કર્યા છે. વિવિધ કાર્યોના લોકાર્પણ નરેન્દ્ર મોદી દ્વારા રિમોન્ટની સ્વીચ દબાવીને કરવામાં આવ્યા હતા. 130 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાય ઓવર બ્રીજ, 30 કરોડના ખર્ચે વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, 25 કરોડના ખર્ચે સુએજ પ્લાન્ટ, રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઈપલાઈન, 9 કરોડના ખર્ચે અદ્યતન લાયબ્રેરીનું લોકાર્પણ, 394 કરોડના ખર્ચે 25 ગામોની તરસ છીપવાનારો સૌની યોજના સહિતના કામોનું આજે તેમણે લોકાર્પણ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું?
વડાપ્રધાને શરૂઆતમાં પુછ્યું, કેમ છો બધા, સુખમાં? આ ઉપરાંત તેમણે કહ્યું કે, વિજયભાઈ કાનમાં કહેતા હતા, રાજકોટમાં કાર્યક્રમ હોય અને રજા ના હોય અને બપોરનો સમય હોય તો રાજકોટમાં કોઈ આ સમયે સભા કરવાનું ના વિચારે ત્યાં આટલી વિશાળ જનમેદની… આજે તો રાજકોટે બધા જ વિક્રમ તોડી નાખ્યા, રાજકોટને બપોરે સુવા ટાઈમ જોઈએ. રાજકોટ સાથે સાથે આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે આજે મોટો દિવસ છે. શરૂઆતમાં હું તે પરિવારો વતી મારી સંવેદના વ્યક્ત કરવા માગું છું જેમને પ્રાકૃતિક આપદાઓને પગલે નુકસાન થયું છે. પુર અને સાયક્લોને ઘણી તબાહી મચાવી. સંકટના સમયમાં જનતા અને સરકારે સાથે મળીને તેનો સામનો કર્યો છે. લોકોનું જીવન જલ્દી સામાન્ય થાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને કામ કરી રહી છે.

હવે રાજકોટની ઓળખ સૌરાષ્ટ્રના ગ્રોથ એન્જિન તરીકે થઈ રહી છે. અહીં એટલું બધું છે. ઉદ્યોગ ધંધા છે, બિઝનેસ, ખેતી, ખાનપાન છે પણ એક ખોટ લાગતી હતી. તે ખોટ પણ આજે પુરી થઈ ગઈ છે. થોડી વાર પહેલા જ્યારે હું નવા બનેલા એરપોર્ટ પર હતો ત્યારે તમારા સપના પુરા થવાની ખુશી મેં પણ અનુભવી છે. હું હંમેશા કહું છું રાજકોટ છે જેણે મને ઘણું શીખવ્યું. મને પહેલી વધત ધારાસભ્ય બનાવ્યો મારી રાજકીય સફરમાં રાજકોટનું ઋણ છે. મારા પ્રયત્નો છે કે તે ઋણ પુરું કરું. આજે રાજકોટને નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે. અન્ય શહેરો સાથે રાજકોટની સીધી ફ્લાઈટ સંભવ થશે. આ એરપોર્ટથી યાત્રા થશે જ પણ ઉદ્યોગોને પણ ઘણો લાભ થશે.

ADVERTISEMENT

‘ત્યારે મારી હાંસી ઉડાવાતી હતી પણ…’
હું કહેતો હતો કે રાજકોટ તો મારું મીની જાપાન બની રહ્યું છે ત્યારે લોકો મારી હાંસી ઉડાવતા હતા. આજે તે વાતને સત્ય કરી બતાવી છે તમે. ગત 9 વર્ષમાં કેન્દ્રસ સરકારે દરેક જીવનને સરળ બનાવવાના પ્રયત્નો કર્યા છે. અમે સુશાસનની ગેરંટી આપતા આવ્યા છીએ. અમે ગરીબ, દલિત, આદિવાસીઓ માટે કામ કર્યા છે. અમારી સરકારના પ્રયાસોથી ગરીબી ઝડપથી ઘટી રહી છે. હાલમાં જ રિપોર્ટ આવી છે. અમારી સરકારમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. એક નીયો મિડલ ક્લાસનું સર્જન થઈ રહ્યું છે. અમારી સરકારની પ્રાથમિક્તાઓમાં મીડલ ક્લાસ પણ છે, નીયો મીડલ ક્લાસ પણ છે. 2014 પહેલા મધ્યમ વર્ગની એક ફરિયાદ હતી કે કનેન્ક્ટીવીટી કેટલી ખરાબ છે. લોકો બહાર દેશથી આવતા, બહારની ફિલ્મો જોતા હતા તો આપણા દેશમાં ક્યારે આવું થશે, ક્યારે આવા રસ્તા બનશે, ક્યારે આવી સ્કૂલ બનશે તેવું વિચારતા હતા. કનેક્ટીવીટીનો આવો જ હાલ હતો. 2014માં ફક્ત ચાર જ શહેરોમાં મેટ્રો નેટવર્ક હતું. આજે દેશમાં 20થી વધારે શહેરોમાં મેટ્રો નેટવર્ક પહોંચી ચુક્યું છે. આજે વંદે ભારત જેવી આધુનીક ટ્રેન દોડી રહી છે. 70 આસપાસ એરપોર્ટ હોતા હતા હવે ડબલથી વધારે થઈ ગયા છે. આજે ભારતની કંપનીઓ લાખો કરોડ રૂપિયાની વિમાન ખરીદી રહી છે. આજે 1000 વિમાનનો ઓર્ડર છે, સંભાવના છે 2000 વિમાનોના ઓર્ડરની. હું કહેતો હતો કે એ દિવસ પણ દુર નથી કે ગુજરાત વિમાન પણ બનાવશે. પહેલા લોકોને કેવી પરેશાનીઓ હતી તે પણ ભુલી શકાય તેમ નથી. વીજળીના બીલની લાઈન, વીમા પેન્સનની સમસ્યાઓ, સારવાર માટે લાઈન, અમે ડિઝિટલ ઈન્ડિયાથી બધી સુવિધા ઊભી કરી. આજે આપની બેંક આપના મોબાઈલ ફોનમાં છે. એ પણ કોઈને હવે યાદ નહીં હોય કે છેલ્લે બેંકમાં ક્યારે ગયા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું કહ્યું?
જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીની ઘણી વાહવાહી કરી હતી. તેમણે એવું પણ કહ્યું કે, પ્રધાનમંત્રી કહેતા હતા કે રાજકોટ મારી પહેલી સ્કૂલ હતી. અહીંથી હું શીખ્યો. આ પ્રમાણ છે કે આપણું રાજકોટ કેટલું રંગીલું છું. હું માનું છું કે રાજકોટ દેશનું ચમકતું આર્થિક કેન્દ્ર છે, સોના બજાર, ટ્રેક્ટર, ક્ષમતાઓનો ભંડાર આપણું રાજકોટ છે. આ રાજકોટની સફર કોઈએ લખી છે તો આપણે વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત મોડલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું હતું તે આધારે લખાઈ છે. રાજકોટમાં પણ વિશ્વ સ્તરનું એરપોર્ટ બનવાનું છે. જુના એરપોર્ટ કરતા દસ ઘણું મોટું અને ક્ષમતા વાળું એરપોર્ટ બન્યું છે. પ્રધાનમંત્રી કહેતા કે એરપોર્ટ પરથી આવનાર વ્યક્તિ બહારથી આ ભારતની છબીને જુએ છે. ભારતમાં અગાઉ જેટલા અગાઉ એરપોર્ટ હતા તેના ડબલ એરપોર્ટ કર્યા છે. મોદી હૈ તો મુમકીન હૈ.

ADVERTISEMENT

ADVERTISEMENT

રાજકોટે વિશ્વને વિકાસપુરુષની ભેટ આપીઃ ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં એઈમ્સ પણ રાજકોટને આપ્યું, ગુજરાતમાં વિકાસ કાર્યો કર્યા. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી ચૂંટણી રાજકોટથી લડી હતી. તેથી કહી શકાય કે રાજકટે વિશ્વને વિકાસ પુરુષની ભેટ આપી છે. રાજકોટને એરપોર્ટ મળશે તેવા દાવા થતા રહ્યા હતા પરંતુ સમર્પિત ભાવનાથી માત્ર છ જ મહિનામાં કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોની મંજુરી અપાવી અને ઓક્ટોબરમાં તો ખાતમુહૂર્ત કરી દીધું હતું. જેનું ખાતમુહૂર્ત આપણે કરીએ તેનું જ લોકાર્પણ કરીએ. રાજકોટ, સૌરાષ્ટ્રને લોકલથી ગ્લોબલ બનાવવામાં આ એરપોર્ટ નીમિત બનશે. આ એરપોર્ટ વેપાર વિકાસની તક પુરી પાડશે. પાણી જ વિકાસનો આધાર છે, ગુજરાતમાં પાણીદાર આયોજન તે વાતનનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. સૌરાષ્ટ્રએ વર્ષો સુધી પાણી માટટે તરસ્યું, જે કોઈને ના સુજે તે આપણા નરેન્દ્ર મોદીને સુજે અને દરિયામાં વેડફાતું પાણી સહુની યોજના સાથે લોકોને મળતું થયું. માતા બહેનોને હવે ગામે ગામ બેડા ઉઠાવી જવું પડતું નથી.

એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટનઃ વિશેષતાઓનું કર્યું અવલોકન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે રાજકોટ ખાતે હિરરાસર એરપોર્ટનું તેમણે લોકાર્પણ કર્યું છે. તેઓ રાજકોટ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર મુખ્યપ્રધાન સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. નાગરિક ઉડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પણ અહીં હાજર રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના ભાજપના નેતાઓ પણ અહીં આવી પહોંચ્યા હતા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીબીન કાપીને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં તેમણે એરપોર્ટની ખાસીયતોનું અવલોકન કર્યું હતું. તેમની સાથે અન્ય નેતાઓ પણ હતા. તેઓ રાજસ્થાનની મુલાકાત બાદ આજે અહીં ગુજરાત આવ્યા છે. આ એરપોર્ટનું નિર્માણ કેવી રીતે કરાયું તે સહિતની વિગતો પણ તેમણે મેળવી છે.

(આ બ્રેકિંગ ન્યૂઝ છે, વધુ વિગતો ઉમેરી રહ્યા છીએ. પેજ રિફ્રેશ કરતા રહેશો.)

    follow whatsapp

    ADVERTISEMENT