વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનની ઉજવણી કરી, જાણો કોણે તેમને રાખડી બાંધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુજરાતમાં અત્યારે ઠેર-ઠેર રક્ષાબંધન તહેવારની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન બહેનો પોતાના ભાઈ માટે રાખડીઓ ખરીદી રહી છે તો બીજી બાજુ અત્યારે બજારમાં તહેવારની અનોખી રોનક જોવા મળી રહી છે. આ વચ્ચે ભાજપમાં પણ મહિલા સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરી છે.

મહિલા સાંસદોએ PM મોદીને બાંધી રાખડીઓ..
રક્ષાબંધન તહેવાર પૂર્વે આજે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપની મહિલા સાંસદોએ રાખડી બાંધી હતી. આ દરમિયાન તમામ મહિલા સાંસદોએ વડાપ્રધાન મોદીની રક્ષા માટે પણ પ્રાર્થના કરી હતી. નોંધનીય છે કે નરેન્દ્ર મોદીને સાંસદ શારદાબેન, ગીતાબેન રાઠવા, રંજનબેન ભટ્ટ, ભારતીબેન તથા મંત્રી-સાંસદ દર્શના જરદોષે રાખડી બાંધી હતી. આની સાથે રક્ષાબંધન નિમિત્તે દરેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરતી પોસ્ટ પણ શેર કરી હતી.

ADVERTISEMENT

8 વર્ષની બાળકીએ PM મોદીના સવાલનો એવો જવાબ આપ્યો કે બધા ખડખડાટ હસવા લગ્યા

મધ્યપ્રદેશથી ભાજપના સાંસદ અનિલ ફિરોઝિયા પોતાના પરિવાર સાથે વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન અનિલભાઈની 8 વર્ષીય દીકરી આહના પણ તેમની સાથે આવી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ આહનાને પૂછ્યું કે હું કોણ છું? આ અંગે બાળકીએ જવાબ આપતા કહ્યું કે તમે લોકસભા ટીવીમાં કામ કરો છો. આ સાંભળી વડાપ્રધાન મોદી સહિત ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા હતા. ત્યારપછી PM મોદીએ આહનાને ચોકલેટ આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT