સુરત ભાજપ અધ્યક્ષના મહિલા સાથેના ફોટા થયા વાઇરલ, પ્રદેશના નેતા આવ્યા બચાવ પક્ષે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: સોશિયલ મીડિયા સુવિધા માટે ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ હવે તેના ઉપયોગ કરતાં દૂરઉપયોગ વધી ગયો છે. સોશિયલ મીડિયાના દૂરઉપયોગના કારણે અનેક લોકોની ચિંતા વધી રહી છે. ચૂંટણી નજીક આવતા સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ વધી રહ્યો છે ત્યારે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈના મહિલા સાથે સ્વિમિંગ પુલના ફોટા વાઇરલ થયા છે. આ ફોટા અંગે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સંદીપ દેસાઇના બચાવ પક્ષે આવ્યા છે અને પ્રતિક્રિયા આપી છે

વાઇરલ થયેલા ફોટા અંગે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું કે સંદીપ દેસાઈ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ છે અને ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તા છે. એમના વ્યક્તિગત જીવન અને રાજકીય જીવનને બદનામ કરવાના હેતુ થી ઇરાદાપૂર્વક ફોટાનો દૂરઉપયોગ કરવામાં આવ્યો છે.

5 વર્ષ પહેલાં ના પ્રવાસના ફોટા ક્રોપ કરી સોસીયલ મીડિયા માં વાયરલ કરવામાં આવ્યા છે. સંદીપભાઈ પોતાના પરિવાર અને પારિવારિક મિત્રો સાથે ફરવા ગયા હતા. ત્યારના ફોટાને ક્રોપ કરી વાઇરલ કરવામાં આવ્યા છે. સંદીપ દેસાઈને બદનામ કરવામાં આવી રહ્યા છે. બદનામ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT

શું છે મામલો?
આજે સુરતમાં વાયરલ થયેલી ભાજપના તેનાની કેટલીક તસવીરોથી રાજકીય ગરમાવો જામ્યો છે. આ તસવીરોને લઈ ભાજપના નેતાઓ દોડતા થયા છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ મહિલા સાથે સ્વીમિંગ પુલમાં છે અને આ તસવીરો વાયરલ થઈ છે. તસવીરો એટલા માટે વધુ ચર્ચા જગાવે કારણકે જે મહિલા સ્વિમિંગ પુલમાં છે તે મહિલા પણ રાજકારણ સાથે જોડાયેલ છે. ભાજપ જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના ફોટા વાયરલ થયા જ ભાજપમાં દોડધામ વધી ગઈ છે. જોકે પ્રદેશ ભાજપના મહમંત્રીએ આ બાબતનો ખુલાસો કર્યો છે

    follow whatsapp

    ADVERTISEMENT