લોકસભાની ચૂંટણીને લઈ પાટીલે ઘડ્યો માસ્ટર પ્લાન, જાણો શું કરી રહ્યા છે તૈયારી
રોનક જાની, નવસારી: જિલ્લાના ગણદેવી તાલુકા ભાજપ અને ગુજરાત બાંધકામ શ્રમયોગી બોર્ડના સંયુક્ત ઉપક્રમે શ્રમિક કાર્ડ નોંધણી અને મફત સર્વરોગ નિદાન કેમ્પમાં ગુજરાત રાજ્ય ભાજપ…
ADVERTISEMENT
રોનક જાની, નવસારી: જિલ્લાના ગણદેવી તાલુકા ભાજપ અને ગુજરાત બાંધકામ શ્રમયોગી બોર્ડના સંયુક્ત ઉપક્રમે શ્રમિક કાર્ડ નોંધણી અને મફત સર્વરોગ નિદાન કેમ્પમાં ગુજરાત રાજ્ય ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકરોને પ્રોત્સાહિત કરી સાથોસાથ આગામી રણનીતિ પણ જાહેર કરી છે. પાટીલ વિપક્ષોની ડિપોઝિટ જપ્ત કરાવવા સાથે 5 લાખથી વધુ લીડથી જીતવાનો રોડમેપ તૈયાર કરી રહ્યું છે.
નવસારીના ગણદેવીના કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે કહ્યું કે, દેશના તમામ રાજ્યોમાં પેજ કમિટીની રચના શરૂ થઈ ગઈ છે, કોંગ્રેસના લોકો પણ પેજ કમિટી બનાવવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ તમે પેજ કમિટીની શરૂઆત કરી છે. નવસારીના તમામ ગામડાઓમાં એક બૂથમાં 10 ઘર હોય તો તમે તેમાં પણ યોગ્ય પેજ બનાવ્યું છે જે ગુજરાતમાં ભવ્ય વિજય મેળવ્યો છે. પેજ કમિટીની શરૂઆત તમે કરી છે. આ તમારી સ્કીમને 2 કરોડ 1 લાખ જેટલા પેજ કમિટીના સભ્યોના ઘર સભ્યોના આપણને 83 ટકા મત મળ્યા છે. અને 156 સીટ પર આપણે પહોંચ્યા છીએ. 20 સીટ આપણે થોડા મત માટે રહી ગઈ છે.
આ પણ વાંચો: આરોગ્ય ક્ષેત્રે ગુજરાત ભરશે હરણફાળ, રાજ્યમાં 5 મેડિકલ કોલેજને મંજૂરી
ADVERTISEMENT
5000ની લીડ થી આપણે 20 સીટ ગુમાવી છે. થોડો પ્રયત્ન કર્યો હોત તો 176 સુધી પહોંચી જાત. કઇ વાંધો નહીં ફરી વાર પ્રયત્ન કરીશું. લોકસભામાં આપડી સામે ઊભા રહેનાર કોઈ પણ ઉમેદવાર ઊભો રહેશે. તે બધાની ડિપોઝિટ જમા કરવી દેવાની છે. હમણાં પ્રવાસ શરૂ થયો છે, મારી કલ્પના છે કે દરેકે દરેક સીટ 5 લાખથી વધુની લીડ થી જીતાય એ પ્રકારનું આયોજન આપડે વિચારી રહ્યા છીએ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT