પાટીદાર સમાજની નજર રૂપાણીની સીટ પર? જાણો શું કહ્યું જયરામ પટેલે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે અને રાજકીય ગરમાવો સતત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ સામાજિક સંસ્થાઓ પણ સક્રિય થઈ રહી છે. વિવિધ સમાજ પોતાનાં સંમેલન યોજી રહ્યા છે અને પોતાની જ્ઞાતીના આગેવાનોને વધુ ટિકિટ મળે તેવી માંગણી કરી રહ્યા છે. ત્યારે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે તેવા અમે પ્રયાસ કરીશું.

ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે એક પત્રકાર પરિષદમાં મોટો દાવો કર્યો છે. જયરામ પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે તેવા અમે પ્રયાસ કરીશું. જોકે તેમના આ દાવામાં સૌથી મહત્વનો મુદ્દો રાજકોટ પશ્ચિમ બેઠકોનો રહ્યો હતો. જે બેઠક પરથી વજુભાઈ વાળા, નરેન્દ્ર મોદી અને વિજય રુપાણી વિજેતા થાય છે તે બેઠકને લઈ ને સ્ફોટક નિવેદન આપ્યું છે. જયરામ પટેલે કહ્યું કે, રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ મળવી જોઈએ. આ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય છે.

25 બેઠકમાં નિર્ણાયક ભૂમિકા
ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે પત્રકાર પરિષદમાં આગામી ચૂંટણી મુદ્દે સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે. ગત ચૂંટણીમાં પાટીદાર સમાજમાં 50 ટિકિટની માંગ કરી હતી, જેમાંથી શાસક પક્ષે 50 ટિકિટ આપી હતી. જયરામ પટેલે ઉમેર્યું હતું કે, આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે. તેમણે કહ્યું કે, 25 સીટ એવી છે જેમાં અમારી નિર્ણાયક ભૂમિકા રહે છે. આ સાથે રાજકોટ પશ્ચિમ બેઠક પાટીદાર ઉમેદવારને મળે તેવા પ્રયત્નો કરીશુ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT