Javahar Chavdaથી પાટીદાર સમાજ નારાજ? જાણો શું કરી પૂર્ણેશ મોદીને રજૂઆત

ADVERTISEMENT

patidar meet purnesh modi
patidar meet purnesh modi
social share
google news

ભાર્ગવી જોષી, જૂનાગઢ:  વંથલી પાસે ઓઝત નદી પર રીવફ્રન્ટનું આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યું. ખાતમૃહુર્ત થયા પહેલા જ બીજેપીના બે કદાવર નેતાઓ થયા સામસામે, પાટીદાર સમાજે ધારાસભ્ય જવાહર ચાવડા કિન્નાખોરી રાખતા હોવાની કરી વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરી છે.

ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે જ જૂનાગઢમાં વિકાસની ગતિ પણ વધવા લાગી છે.  વંથલી ગામ ઓઝત નદી પર નજીક રિવરફ્રન્ટનું ખાતમૃહુર્ત આજે કરવામાં આવ્યું છે. પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ આ પ્રોજેક્ટ માટે મંજૂરી પ્રક્રિયા કરી હતી. આ તકે વિકાસ અને વાહનવયવહાર મંત્રી પૂર્ણેશ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ કાર્યક્રમની શરુઆત પહેલા જ વિવાદ સર્જાયો છે.
શું છે વિવાદ? કેમ થયા પાટીદારો જવાહર ચાવડાથી નારાજ એ પ્રશ્નોએ વેગ પકડ્યો છે.
ઉમિયાધામના પ્રમુખ વાલજીભાઈ ફળદુ અને ટ્રસ્ટી નિલેશ ધૂલેશિયા કહેવું છે કે ઉમિયાધામ ગાંઠીલા ખાતે રિવર ફ્રન્ટ બનાવવા માંગ કરવામાં આવી છે.  જ્યારે જવાહર ભાઈ વંથલી પાસે ઓઝત નદીના કિનારે બનાવવા માંગે છે. પાટીદારો આરોપ લગાવી રહ્યા છે કે જવાહર ભાઈ પાટીદાર સમાજ સાથે કિન્નાખોરી રાખી રહ્યા છે.  ખનન કરનારાનાને ફાયદા કરાવવા વંથલી પાસે રિવર ફ્રન્ટ બનાવવા જઈ રહ્યાં છે. વાસ્તવમાં ઉમિયાધામ પાસે સરકારી જમીન છે તો ત્યાં બનાવવો જોઈએ જેથી આ સ્થળનો વિકાસ થાય. પરંતુ જવાહર ભાઈએ આજ દિન સુધી પ્રોજેક્ટ ટીમને ગાંથીલા સુધી પહોંચવા જ નથી દીધી.
નરેન્દ્ર મોદીના સુચનની પણ અવગણના
10 એપ્રિલ એ ઉમિયાધામ પાટોત્સવ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયેલ પ્રધામંત્રી નરેન્દ્ર મોદી એ આ સ્થળને વિકસાવવાનું સૂચન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા છતાં હલ રિવરફ્રન્ટ મુદ્દે અવગણના કરવામાં આવી છે.
કોણે કોણે કરી ભલામણ??
પાટીદાર સમાજ દ્વારા પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા તમામને રજૂઆત કરવામાં આવી છે અને આ તમામે આ રિવરફ્રન્ટ મુદ્દે ભલામણ પણ કરી છે.
જવાહર ભાઈને વિકાસ મંજૂર નથી. 
આ અંગે ઉમિયાધામ ના ટ્રસ્ટી એ જણાવ્યું હતું કે,  જવાહર ચાવડા કોંગ્રેસમાં હતા ત્યારે વિકાસની દિશાના વિરોધી હોય અને હવે તો ભાજપ સાથે છે અને અમે આપેલ નકશા, પ્લાન બધું જ જોયું છે સમજ્યું છે,  છતાં કડવા પાટીદારના મંદિરનો વિકાસ થાય એ એમને મંજૂર નથી…!!
પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીને કરી રજૂઆત
આજે ખાત મુહુર્ત થાય એ પહેલા જ પાટીદાર સમાજ પ્રવાસન મંત્રીને મળ્યો છે અને આ મામલે રજુઆત્ત કરી છે. જણાવ્યું છે કે, જે સ્થળ ની પસંદગી થઈ તે  વંથલીની પાસે છે જ્યાં કોઈ પ્રવાસી આવતું પણ નથી. સરકારના આ નિર્ણયથી નાણાંનો વ્યય થશે. પ્રવાસન સ્થળ ત્યાં વિકસાવે જ્યાં પર્યટકોની અવરજવર હોય પરતું અહી તો કોઈ આવતું નથી.  જ્યારે ઉમિયાધામમાં દર વર્ષે 7 થી 8 લાખ લોકો આવે છે.
હવે શું થશે?? જવાહર ભાઈ બીજેપીમાં આવ્યા એટલે વિરોધ કે વિકાસ મુદ્દે ચુનાવી લડાઈ!!
કોંગ્રેસ માં હતા ત્યારે જવાહર ચાવડા ખેડૂતોના નેતા ગણાતા અચાનક બીજેપીમાં જોડાયા અને પ્રવાસન મંત્રી બન્યા અને વિકાસની વણઝાર ચાલુ કરી પણ મુશ્કેલીઓ વધી, મંત્રી પદ પણ ગયું.  માણાવદરમાં રિવર ફ્રન્ટ  વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વંથલી રિવર ફ્રન્ટ વિવાદ શરૂ થયો છે . જવાહર ચાવડા બીજેપીમાં જોડાયા ત્યારથી કેટલાક બીજેપી નેતાઓ વિરોધમાં સુર રેલાવી રહ્યા છે.  પણ આ મુદ્દો જવાહર ચાવડાને ચૂનાવી સમયે અસર કરી શકે તેમ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT