હિન્દુ સમાજના મત ઓવૈસીને નહીં મળે અને મુસ્લિમ સમાજ જાગૃત છે: ઈમરાન ખેડાવાલા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યનું ચૂંટણીનું સમીકરણ સતત બદલાઈ રહ્યું છે ત્યારે આજે અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 5 બેઠક પર ચૂંટણી લડવાની સત્તાવર જાહેરાત કરતાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું કે, કોર્પોરેશનની ચૂંટણીમાં લોકોએ જે ભૂલ કરી હતી તે ભૂલ વિધાનસભાની ચૂંટણીમાં નહીં કરે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં હવે ભાજપ અને કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી અને AIMIM મેદાને ઉતરી ચૂકી છે. અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ આજે 5 વિધાનસભાની બેઠક પર ચુંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં અમદાવાદની દરિયાપુર, દાણીલીમડા, જમાલપુર, બાપુનગર અને વેજલપુર બેઠક પર વિધાસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે આ 5 બેઠક પરથી 4 બેઠક પર કોંગ્રેસનો કબજો છે જ્યારે એક બેઠક પર ભાજપ પ્રતિનિધિ કરે છે. આ બેઠક બેઠક પર ઉમેદવાર જાહેર કરતાંની સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ AIMIM પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, 182 બેઠકમાંથી લડવાની વાત કરી હતી 182 ઉમેદવાર મળવા તો ગુજરાતમાં મુશ્કેલ છે. અને કોંગ્રેસની પરંપરા ગત બેઠક પર જ ઉમેદવારની જાહેરાત કરી છે.

કોંગ્રેસની સીટોને ડેમેજ કરવાનું ષડયંત્ર
ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, જે લોકો કહે છે તે ફલિત થાય છે કે AIMIM ભાજપની B ટીમ છે. જે બેઠક જાહેર કરી છે તે કોંગ્રેસની સીટોને ડેમેજ કરવાનું ષડયંત્ર છે. હું હવે નાથી કેતો કે ભાજપ ની બી ટીમ છે. હવે જ આમ કહે છે કે AIMIM ભાજપની B ટીમછે . કોર્પોરેશનની ચૂંટણી વખતે માહોલ અલગ હતો અત્યારે માહોલ અલગ છે.

ADVERTISEMENT

કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ચૂંટણી લડની જાહેરાત પર ખેડાવાલાએ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યને ડિસ્ટર્બ કરવાનું નું આ ષડયંત્ર છે. લોકોએ કોર્પોરેશનમાં જે ભૂલ કરી તે આ ચૂંટણીમાં ભૂલ નહીં કરે. જ્યારે હિન્દુ સમાજના મત એટલે કે બહુમતી સમાજના મત ઓવેસીને નહીં મળે તેમના સ્ટેટમેન્ટ જ એ પ્રકાર ના હોય છે. અને મુસ્લિમ સમાજ જાગૃત છે ઓવેસીની વાત માં નહીં આવે. આથી આ બેઠક પર AIMIM ચૂંટણી લડશે તો કોંગ્રેસ પર કોઈ અસર નહિ થાય

    follow whatsapp

    ADVERTISEMENT