ફરી એક વખત ભાજપથી નારાજ થયા સાંસદ મનસુખ વસાવા, લગાવ્યો આ ગંભીર આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ભાજપના સાંસદ મનસુખ વસાવાની અનેખ વખત પક્ષ સામે નારાજગી સામે આવી ચૂકી છે. ત્યારે તાજેતરમાં જ ઓપણ ડિબેટ કેન્સલ થવા મામલે ફરી એક વખત નારાજગી સામે આવી છે. મનસુખ વસાવાએ ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, પાર્ટીનાજ નેતાઓએ ઉચકક્ષા એ ખોટા કારણો બતાવી ડિબેટ કેન્સલ કરવામાં આવી જેનું દુઃખ થયું છે.

સાંસદ મનસુખ વસાવા અનેક વખત પોતાના પક્ષ ભાજપ સામે આવી ચૂક્યા છે. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ઓપન ડિબેટનો મામલો ગરમાયો હતો. 1 એપ્રિલના રોજ ઓપન ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ અચાનક કેન્સલ થતાં અનેક સવાલો ઉઠયા છે. ત્યારે આ ડિબેટ કેન્સલ થવા પાછળ પક્ષને જવાબદાર ગણાવ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ પક્ષના કાર્યકર્તાઓ પર નારાજગી વ્યક્તિ કરતી પોસ્ટ ટ્વિટ કરી છે.

જાણો શું લખ્યું ટ્વિટમાં
ડિબેટ કેન્સલ થવા મામલે ખુલાસો કરતાં સાંસદ મનસુખ વસાવાએ ટ્વિટ કરતાં પત્રમાં લખ્યું કે, ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય ન હતા ત્યારે પણ સરકારી અધિકારીઓ અને ભાજપ સરકાર વિરુદ્ધ બેફામ બોલતા આવ્યા છે. અને ધારાસભ્ય બન્યા પછી એમને જે સંયમ અને મર્યાદા રાખવી જોઈએ. ધારાસભ્યને શોભે તે પ્રકારનું વર્તન હોવું જોઈએ. જેમાં જવાબદાર આગેવાન તરીકે તેવો નિષ્ફળ ગયા છે. અને રાતોરાત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સરકાર વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં અને પાર્ટીનાં આગેવાનોના વિરોધમાં બેફામ ઉચ્ચારણો કરી રહ્યા છે. જેમકે કલેકટર કચેરી આગળ ધરણાનો કાર્યક્રમ, ફોરેસ્ટ વિભાગ પર ચા-પાણી માટેનો કરોડો રૂપિયાનો ખર્ચનો ખોટો આરોપ તથા સરકારને બદનામ કરવાના અનેક પ્રયાસો કર્યા છે. કોઈપણ બાબતે યોગ્ય જગ્યાએ રજુઆત કરવાના બદલે લોકોની વચ્ચે જઈ ડ્રામા કરવાનાં કાર્યક્રમો કરી રહ્યા છે.

ADVERTISEMENT

તાજેતરમાં ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીનું સંમેલન હતું. જે સંમેલનમાં આપ ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આવ્યા હતા અને સંમેલનમાં ભાજપનાં ધારાસભ્યઓ, સંસદ સભ્યો અને ભાજપ સરકાર પર નિમ્ન કક્ષાના જે શબ્દપ્રયોગ કર્યા છે. ભાજપના ધારાસભ્યો અને સંસદને ચપરાસી કહ્યા છે તેનો ખુલાસો મેં મીડિયાનાં મિત્રો સમક્ષ કર્યો અને આમ આદમી પાર્ટીના નેતાઓ કેવા છે તે મીડિયા સમક્ષ જડબાતોડ જવાબ આપ્યૉ. જે બાબત થી નારાજ થઈ બિલકુલ આધાર વિહોણા નનામા પત્ર બાબતે ચૈતર વસાવાએ મુદ્દો ઉછાળ્યો. તે બાબતે 18 માર્ચની જિલ્લા સંકલનની બેઠક દરમિયાન અધિકારી તથા તેઓની હાજરીમાં ખુલાસો થઈ ગયો અને જિલ્લાના હિતમાં સરકારી ગ્રાન્ટનો સદઉપયોગ થાય તેમજ પદાધિકારી અને અધિકારી બધા સાથે મળીને ચર્ચા કરવી તે બાબતે પણ વાત થઈ ગયેલી. છતા પણ નનામી પત્રનો આધાર લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની ચડામણી ચૈતરભાઈએ ઓપન ડિબેટની માંગણી કરીજેનો મેં સ્વીકાર કર્યો. જે ૦૧ એપ્રિલના રોજ આયોજીત થવાની હતી.

આ પણ વાંચો: MLA ચૈતર વસાવાએ ગુજરાતથી અલગ પ્રદેશની કરી માંગ, જાણો શું છે મામલો

ADVERTISEMENT

આ ડિબેટ ફક્તને ફક્ત નર્મદા જીલ્લા પુરતી હતી પરંતુ કાર્યક્રમને ડિબેટના બહાને આપના લોકો પ્રદેશભરના આમ આદમી પાર્ટીના લોકોને ભેગા કરી વાતાવરણ ડહોળવાનો અને ડિબેટને ટાળવાનો પ્રયાસ કર્યો. તેના કારણે જિલ્લા વહીવટી તંત્રએ આવા માહોલમાં ડિબેટનો કાર્યક્રમ ન રાખવો તેવું ધ્યાન દોર્યું. તેમજ પ્રદેશના પાર્ટીના નેતૃત્વએ પણ આ કાર્યક્રમ ન કરવો તેવું જણાવ્યું. તેનો અમને આંનદ છે. પરંતુ હમેંશા પાર્ટીની વિરોધમાં કામ કરનારા, પાર્ટીની સામે સમયે – સમયે બળવો કરનારા અને તેમની સાથે કેટલાક બીજા નેતાઓએ ડિબેટથી ડરી પાર્ટીમાં ઉચ્ચકક્ષાએ ખોટા – ખોટા કારણો બતાવી ડિબેટ રદ કરાવી તેનું મને ભારે દુઃખ છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT