OBC Reservation Bill: OBCને 27 ટકા અનામત મામલે પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ પર હુમલો કર્યો તો શું મળ્યો જવાબ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

OBC reservation bill: ગુજરાતમાં હાલમાં જ સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 10 ટકા ઓબીસીને વધારીને 27 ટકા અનામત આપવાના નિર્ણયને વિધાનસભા સુધી પહોંચવાની પણ લીલી ઝંડી મળી ગઈ છે. આ બિલ હાલમાં જ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલને લઈને હાલમાં ભાજપે કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં ભાજપ નેતા અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ મામલામાં કોંગ્રેસને આડેહાથ લેવાનો પ્રયત્ન કર્યો છે અને કોંગ્રેસ શાસિત રાજ્યો અને ભાજપ શાસિત રાજ્યોમાં ઓબીસી સમાજને કેટલો સાચવાય છે તેને લઈને વાત કરી છે. જોકે કોંગ્રેસ દ્વારા તેમને આ અંગેનો સટાક કરતો જવાબ પણ મળ્યો છે. આ જ નહીં પણ ભાજપના અન્ય નેતાઓ દ્વારા અનામત મામલે જે પણ નિવેદનો કરવામાં આવી રહ્યા છે તેને લઈને કોંગ્રેસના નેતાઓએ રીતસર રોકડું પરખાવી દીધું છે.

શું બોલ્યા પૂર્ણેશ મોદી

ગુજરાત ભાજપના નેતા અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી ઓબીસી સમાજમાંથી આવે છે. તેમણે કહ્યું કે, 27 ટકા અનામત માટેનું કામ બક્ષીપંચ સમાજ માટે કર્યું છે. કોંગ્રેસ શાસિતમમાં રાજ્યમાં રાજસ્થાનમાં 21 ટકા છે. આજે સ્થાનિક સ્વરાજ્યની વિકસિત જાતિના અનમત મુદ્દે કોઈ ફેરફાર કર્યા નથી. બક્ષીપંચ સમુદાયના 10 ટકા હતી, જે 27 ટકા કરી છે. હવે બક્ષીપંચ સમુદાયને પણ 27 ટકા અનામત મળશે. ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્રની સરકાર હોય કે ભાજપની મધ્યપ્રદેશની સરકાર હોય આ બંને સરકારો પણ 27% અનામત ઓબીસીને આપી રહી છે. કોંગ્રેસના શાસનમાં જે રાજસ્થાન છે ત્યાં 21 ટકા આરક્ષણ આપી રહી છે, બિહારની અંદર ૨૦ ટકા આરક્ષણ આપી રહી. પશ્ચિમ બંગાળની અંદર હજુ આરક્ષણ આપવાની કોઈ વાત કરતું નથી અને 370 ની કલમ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહે દુર કરી ત્યારથી જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પણ એસટી, એસસી, ઓબીસીને અનામત આપવાની પ્રક્રિયા આગળ વધી રહી છે. આજે જે સ્થાનિક સ્વરાજની અંદર વિકસતી જાતિઓનું પણ આરક્ષણ છે. એસટી કે એસસી બંનેના રિઝર્વેશનમાં કોઈ ફેરફાર નથી કર્યો કે એમાં કોઈ ચેન્જ પણ નથી. ગુજરાત ઓબીસી સામાન્ય 27% અનામત આપનારનું આ ચોથું રાજ્ય છે. આમ મુખ્યત્વે ચારે ચાર રાજ્ય ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે, કોંગ્રેસ ગમે તેટલી વાતો કરે, આક્ષેપ કરે પરંતુ એમના શાસનમાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી.

Kutch News: 150 કરોડના હેરોઈન કેસમાં પકડાયેલા શખ્સને કોર્ટે આપ્યા 12 દિવસના રિમાન્ડ

કોંગ્રેસે શું આપ્યો ભાજપ નેતાઓને જવાબ

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે કહ્યું કે, બક્ષીપંચ સમાજની માનસિકતા આજે બિલથી દેખાય છે. ઝવેરી આયોગના રિપોર્ટ પી જઈને બક્ષીપંચ સમાજને 27 ટકા બિલ લાવીને અપમાન કર્યું છે. બક્ષીપંચ સમાજમાંથી આવું છું એમ કહીને નરેન્દ્ર મોદી આખા દેશમાં રાજનીતિ કરે છે, પરંતુ તેમના રાજ્યમાં બક્ષીપંચ સમાજને અન્યાય થઇ રહ્યો છે. રિપોર્ટ પબલીક ડોમેઈનમાં મૂકવો નથી. આઠ મનપામાં બક્ષીપંચની વસ્તી 40 ટકા વસ્તી છે. 54 ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં બક્ષીપંચ સમુદાયની છે. અલગ અલગ જગ્યાએ જે વસ્તી છે, તે મુજબ અનામત આપવી જોઈએ. પોતાનો નિણર્ય લાવીને બક્ષીપંચ બિલ લાવી દીધું છે. આજે સરકારની બક્ષીપંચ રિપોર્ટ મુજબ કે સુપ્રીમ કોર્ટના ચૂકડા મુજબ માંગણી કરી રહી છે. ફરીથી બક્ષીપંચ સમાજને અનનાય કરી રહ્યા છે. આગળ જરૂર પડશે તો લીગલ પણ જઈશું. સરકાર નહીં તો વિપક્ષની વાત માનવા તૈયાર છે નહીં તો ઓબીસી સમાજની લાગણી સમજવા તૈયાર. ઓબીસી સમાજને ન્યાય આપવા તૈયાર નથી. ઓબીસી સમાજ ભીખ નથી માંગતી પોતાનો હક માંગે છે પણ સરકાર કઈ જ કરવા તૈયાર નથી. અનામતનો વિરોધ કરનારા પણ જેતે સમયે કોણ હતા?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT