કોંગ્રેસમાં આગલી હરોળમાં બેસનાર hardik Patelનું હવે સ્થાન ક્યાં?
હેતાલી શાહ: નડિયાદ: ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે જ નેતાઓની નારાજગી સામે આવે અને પક્ષ પલટાની સિઝન શરૂ થઈ જાય છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ જાણે ચૂંટણીની…
ADVERTISEMENT
હેતાલી શાહ: નડિયાદ: ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે જ નેતાઓની નારાજગી સામે આવે અને પક્ષ પલટાની સિઝન શરૂ થઈ જાય છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ જાણે ચૂંટણીની જ રાહ જોતાં હોય તેમ પક્ષ પલટો કરવા લાગ્યા છે. આવામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને 2019ની લોકસભાની ચૂંટણીના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. કોંગ્રેસમાં આગલી હરોળમાં બેસનાર હાર્દિક પટેલની અત્યારે શું સ્થિતિ છે તે આ તસવીરમાં જોઈ શકાય છે. જાહેર કાર્યક્રમમાં હાર્દિક પટેલને બેસવા સ્થાન પણ આપવામાં આવ્યું નથી.
આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલથી ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનો શુભારંભ થયો છે. જેનો મુખ્ય હેતુ હરિદ્વાર થી જળ લાવી 182 વિધાનસભાઓના 202 પૌરાણિક શિવાલયોમાં સનાતન ધર્મની સંસ્કૃતિ પ્રમાણે જળાભિષેક કરવા માટેનો જણાવામા આવ્યો છે. આ ઐતિહાસિક કાવડ યાત્રાના શુભારંભ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ કાવડ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભાજપ ધર્મને રાજકારણ સાથે જોડવાનો એક પણ મોકો છોડતા નથી ત્યારે આ કાવડ યાત્રાને પણ રાજકીય રંગ આપી દીધો હતો. આ યાત્રામાં ભાજપના અનેક નેતા ઓ ઉપસ્થિત હતા ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ હાર્દિક પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિક પટેલ માટે જાણે કોઈ સ્થાન રાખવામાં આવ્યું ના હોય તેમ હાર્દિક પટેલને બેસવાનો વારો આવ્યો હતો.
હાર્દિક કદ પ્રમાણે વેતરાયો
તમામ સોફા પર બે વ્યક્તિ જ બેઠા છે ત્યારે હાર્દિક પટેલ ખીચોખીચ બે નેતા સાથે એક સોફમાં 3 વ્યક્તિ બેઠા છે. આ જોતાં લાગી રહ્યું છે કે હાર્દિક પટેલ માટે જાહેર કાર્યક્રમમાં જગ્યા ઓછી છે. એક સમયે કોંગ્રેસની આગલી હરોળમાં બેસનાર હાર્દિક પટેલને આ કાર્યક્રમમાં જાણે કદ પ્રમાણે વેતર્યો હોય તેમ લાગી રહ્યું છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આ નેતાના હાલ બેહાલ
ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ સતત ભાજપમાં ભળી રહ્યા છે ત્યારે ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના નેતાઓને કદ પ્રમાણે વેતરવામાં આવ્યા છે. તેમાં અલ્પેશ ઠાકોર, જવાહર ચાવડા કે પછી કુંવરજી બાવળિયાનો સમાવેશ થાય છે. આ લિસ્ટ ઘણું લાંબુ છે પરંતુ હાર્દિક પટેલ વર્ચસ્વ ધરાવનાર નેતાઓમાંથી એક છે ત્યારે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ જાહેર કાર્યક્રમમાં ઓછા જોવા મળ્યા છે અને સોશિયલ મીડિયા પર વધુ જોવા મળ્યા છે. આજે જ્યારે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા ત્યારે તેનું ભાજપમાં શું કદ છે તે ચાડી ખાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT